Gujarat

ખેડા જિલ્લામાં તા.૨૧-૧૨-૨૦૨૨ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
આગામી તા. ૨૧-૧૨-૨૦૨૨ના રોજ જિલ્લાના તાલુકાઓમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સંબધિત લાયઝન અધિકારીઓ તાલુકામાં ઉપસ્થિત રહેશે.
લોકોમાં જાગૃતિ લાવવા માટે તેમજ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ગરીબ અને વંચિત નાગરીક પોતાનો પ્રશ્ન રજુ કરી ન્યાય મેળવી શકે તે માટે સંબધિત અધિકારીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમાં હાજર રહી સંચાલન કરશે અને લોકોના પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવશે.
જે અંતર્ગત જિલ્લા કલેક્ટર મહુધા ખાતે, જિલ્લા વિકાસ અધિકારી નડિયાદ ખાતે, જિલ્લા પોલીસ અધિક્ષક કપડવંજ ખાતે, નાયબ વન સંરક્ષક ગળતેશ્વર ખાતે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી વસો ખાતે, કપજવંજ પ્રાંત અધિકારી કઠલાલ ખાતે, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ખાતે (પંચાયત) મહેમદાવાદ, ખેડા-નડીયાદ નાયબ કલેક્ટર ખાતે, જ.સુ. અને અપીલ માતર, જિલ્લા પુરવઠા અધિકારી ઠાસરા ખાતે અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ)  ખેડા તાલુકા ખાતે ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં ન્યાયિક બાબતો, કોર્ટ મેટર, સ્ટે.(મનાઈ હુકમ), અપીલો, માહિતી અધિકાર અધિનિયમ, આકારણીને લગતા પ્રશ્નો તેમજ નોકરી, પેન્શન, રહેમરાહે નોકરીને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવશે નહી. તેમ નિવાસી અધિક કલેક્ટર, ખેડા-નડીઆદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *