જામનગર જિલ્લાના તમામ ખેડૂતો બાગાયત વિભાગ, જામનગર દ્વારા કાર્યરત વર્ષ 2022- 23માં ‘કોમ્પ્રેહેસિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ યોજના‘નો લાભ મેળવવા માટે ‘આઈ- ખેડૂત પોર્ટલ‘ પર આગામી તા. 31 ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. જે અંતર્ગત વ્યક્તિગત ખેડૂત તથા ખેતીલાયક જમીન ધારણ કરેલ રજિસ્ટર્ડ ટ્રસ્ટ : ખર્ચના 50% સહાય જેમાં મહત્તમ 4 હેકટરની મર્યાદામાં, FPO, FPC, સહકારી મંડળીના સભાસદો, ઓછામાં ઓછા 5 ખેડૂત લાભાર્થીઓ સામુહિક રીતે ખેતી કરે તો તેઓને મહત્તમ 50 હેક્ટરની મર્યાદામાં 75% મુજબ સહાય મળવા પાત્ર રહેશે. આ ‘કમ્બાઇન્ડ પ્રોજેક્ટ બેઝડ યોજના‘ હોઈ નીચે જણાવેલ 1 થી 7 ઘટકના ક્રમો પૈકી ઘટક ક્રમ નં 1 ‘બહુ વર્ષાયુ ફળઝાડ વાવેતર‘નો ઘટક ફરજીયાત છે. ઘટક ક્રમ નં 2 થી 7 પૈકી ઓછામાં ઓછા 2 ઘટકો સામેલ રાખી પ્રોજેક્ટ સાથે જરૂરી સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન-4,પહેલો માળ, રૂમ નં. 48, સુભાષ પૂલ પાસે, જામનગર ખાતે જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે ફોન નં. 0288- 2571565 પર સંપર્ક કરી શકાશે, તેવું નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
‘કમ્બાઇન્ડ પ્રોજેક્ટ બેઝડ યોજના‘ અંતર્ગત સમાવિષ્ટ ઘટકોની યાદી
1) બહુ વર્ષાયુ ફળઝાડ વાવેતરમાં સહાય
2) પિયતના સાધનો
3) બાગાયત યાંત્રીકરણ
4) બાગાયતી માળખાકીય સુવિધાઓ
5) વર્મી કમ્પોસ્ટ યુનિટ
6) ગેપ સર્ટિફિકેશન
7) પ્લાસ્ટિક આવરણ
