Gujarat

ખેડૂતોએ  ચણા અને ઘઉ માંથી એક પાકની અરજી કરવાની રહેશે         

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી રવિપાક ૨૦૨૨-૨૩ ના વાવેતર માટે  ગીર સાવજ ચણા અને ઘઉંના બિયારણ ની ફાળવણી માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા આગામી તારીખ ૧૭/૯/૨૦૨૨  થી શરૂ થશે.

 જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી રવી ૨૦૨૨-૨૩ ઋતુમાં વાવેતર માટે ચણા GJG-3 અને GG-5 તથા ઘઉંની LOK-1, GW-496 જાતોના પ્રમાણિત/ટુથફુલ પ્રમાણિત  બિયારણ ની ફાળવણી માટેની ઓનલાઈન અરજી કૃષિ યુનિવર્સિટી ની વેબસાઈટ ઉપર તારીખ ૧૭/૯/૨૦૨૨ થી તા.૨૬/૯/૨૦૨૨ સુધી કરવાની રહેશે.  ખેડૂતોએ બન્ને પાકમાં થી કોઈપણ એક પાકની એક જાતનું બિયારણ મેળવવા માટે અરજી  કરવાની રહેશે.  અને તે જ જાતનું બિયારણ મળવાપાત્ર થશે.   જે ખેડૂતોની અરજી મંજૂર થશે તેઓને અરજીમાં રજિસ્ટર કરેલ મોબાઈલ નંબર ઉપર બિયારણનું વેચાણ અંગેની એસએમએસથી જાણ કરવામાં આવશે.

આગામી રવી ઋતુમાં ચણા અને ઘઉંના બિયારણનું વિતરણ યુનિવર્સીટીના કેન્દ્રો જેવા કે મેગાસીડ, જૂનાગઢ, કેવીકે, અમરેલી, કેવીકે, ખાપટ, કેવીકે, જામનગર, કેવીકે,મોરબી, કેવીકે, તરઘડીયા અને કેવીકે, નાના કાન્ધાસર ખાતેથી કરવામાં આવનાર છે. ખેડૂતોએ પોતાની માંગણી મુજબના પાક અને જાતનું બિયારણ ક્યાંથી મેળવવાનું રહેશે તેની જાણ SMS કરવામાં આવશે. ખેડૂત મિત્રોએ કરેલ અરજીના અનુસંધાનમાં તેમણે પસંદ કરેલ ચણા અથવા ઘઉંની જાતનું બિયારણ તે જાતનો જથ્થો જેતે કેન્દ્ર ખાતે ઉપલબ્ધ હશે ત્યાં સુધી અરજી દીઠ વધુમાં વધુ ૧૦ બેગ (ચણામાં ૨૫૦ કિ.ગ્રા. અને ઘઉંમાં ૪૦૦ કિ.ગ્રા.) સુધી મળવાપાત્ર થશે. આગામી રવી ઋતુમાં સર્ટીફાઈડ/ટ્રુથફુલ બિયારણના વિતરણમાં સબસીડી સહાયની જોગવાઈ નથી.  વધુ માહિતી માટે ઓનલાઈન અરજી કરવા માંગતા ખેડૂતભાઈઓએ જૂ.કૃ.યુ.ની વેબસાઈટ www.jau.in પર જઈ બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની અરજી કરતા પહેલા અરજી માટેની શરતોનો અભ્યાસ કરી લેવો. તેમજ બિયારણ વિતરણ સંબંધીત માહિતી માટે જૂ.કૃ.યુ.ની વેબસાઈટ www.jau.in જોતા રહેવું.

          આ ઉપરાંત, આગામી રવી ઋતુમાં ઘઉંમાં GW-451 અને GJW-463 નું વિતરણ ઓનલાઈન અરજી સિવાય વહેલા તે પહેલાના ધોરણે વેચાણ તારીખ નક્કી થયેથી કરવામાં આવનાર છે. GJW-463 નું વિતરણ કેવીકે, અમરેલી અને કેવીકે, જામનગર ખાતેથી, જયારે GW-451નું વિતરણ મેગસીડ, જૂનાગઢ; કેવીકે, ખાપટ અને કેવીકે, અમરેલી ખાતેથી થશે. તો ઘઉંની આ બે જાતોનું બિયારણ લેવા માંગતા ખેડૂતોએ ઉપરોક્ત દર્શાવેલ કેન્દ્રોનો સંપર્ક કરવો. વધુ માહિતી માટે બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ,  કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનો ફોન ૦૨૮૫-૨૬૭૨૦૮૦-૯૦ પીબીએક્ષ ૪૫૦ થી સંપર્ક કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *