Gujarat

ખેતીલક્ષી યોજનાઓનો લાભ મેળવવાની તક : આઈ-ખેડૂત પોર્ટલ પર ૨૧મી ફેબ્રુઆરીથી અરજી કરી કરાશે  રાજ્ય સરાકરે ઓટો ઈન્વર્ટ પદ્ધતિ દાખલ કરતા ખેડૂતોને અરજીની પ્રીન્ટ જમા કરાવવામાંથી મુક્તિ

   ગિરગઢડા તા 19
    ભરત ગંગદેવ…
, રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ માટે આઇ ખેડુત પોર્ટલ તા.૨૧-૦૨-૨૦૨૨ થી તા.૨૧-૦૩-૨૦૨૨ સુધીમાં ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવનાર છે.
રાજ્ય સરાકારે ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in (આઇ ખેડુત) પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે.
 આ પોર્ટલ પરથી ખેડૂતોએ જરૂરીયાતના ઘટકોમાં સહાય મેળવવા માટે  સમયમર્યાદામાં આઇ-ખેડૃત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહે છે.  સને ૨૦૨૨-૨૩થી ખેડૃતો દ્વારા કરવામાં આવનાર અરજીઓનાં ઓટો ઇનવર્ડની પદ્ધતિ દાખલ કરવામાં આવી છે. જેથી, અરજદારે ઓનલાઇન કરેલ અરજીની પ્રીન્ટ પોતાની પાસે જ રાખવાની રહેશે તથા કોઇ કચેરી ખાતે જમા કરાવવાની જરૂરીયાત નથી. પરંતુ, ઓનલાઇન કરેલ અરજીને ખેતીવાડી ખાતા દ્વારા  જો પૂર્વ મંજુરી આપવામાં આવે તો અરજદાર દ્વારા નિયત સમયમર્યાદામાં સાધનની ખરીદી કર્યા બાદ ખેડુતે સહી કરેલ અરજીની પ્રિન્ટઆઉટ સાથે જરૂરી સાધનિક પુરાવા સાથેનો કલેઇમ સબંધિત કચેરીએ રજુ કરવાનો રહેશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, ગીર સોમનાથની યાદીમાં જણાવાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *