Gujarat

ખેરાલુના ગાજીપુરમાં તમારી બીજી છોકરીને પણ ઉપાડી જઈશું કહી ખેડૂત પર હુમલો કર્યો

મહેસાણા
ખેરાલુના ગાજીપુર ગામે તમારી બીજી છોકરીને પણ ઉપાડી જઈશું એવું કહી ખેડૂત અને તેના પરિવાર ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. ખેરાલુ પોલીસે આ અંગે ચાર શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.ખેરાલુ તાલુકાના ગાજીપુર ગામે રહેતા તાજુભાઈ દલુભાઈ ચૌહાણ મુસલમાન પોતાના ભાઈઓ સહિતના પરિવાર સાથે રહે છે. ત્યારે ગઈ ૨૮ ઓક્ટોબરના રોજ તાજુભાઈનો પૌત્ર સહીમ મહંમદ જતો હતો. ત્યારે ગામના જાેગણી માતા મંદિરના ચોકમાં સલમાન સિંધીએ સહીમને તમારી એક છોકરી તો અમો લઈ ગયેલ છીએ અને બીજી છોકરીને પણ ઉપાડી જઈશું કહી ગાળો બોલતો હતો. ત્યારે જૂની અદાવત રાખીને સલમાનના સાગરીતો રસીદ સિંધી અને રીરાજ સિંધી બંને કાર લઈને આવી પહોંચ્યા હતા અને ઝઘડો કરવાના ઇરાદે કારમાંથી હથિયારો કાઢતા હતા. તે સમયે પોતાના પૌત્રને બચાવવા માટે તાજુભાઈ ઘેરથી દોડીને જતા રસીદ સિંધીએ તેમને માથામાં ધારિયું અને સલમાન સિંધીએ લોખંડની પાઇપ મારી હતી. ચારે જણા તેમને નીચે પાડી દઈને ફાંટો મારતા હતા. ત્યારે બૂમાબૂમ કરતાં તાજુભાઈના અન્ય બે ભાઈઓએ આવી વચ્ચે પડી તેમને મારમાંથી છોડાવ્યા હતા. માથામાંથી લોહી નીકળતી હાલતમાં તાજુ ભાઈ ને પ્રથમ ખેરાલુ અને ત્યારબાદ વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેમણે પોતાના પર હુમલો કરનાર સિંધી રસીદ યુસુફભાઈ, સિંધી રીરાજ ગુલુભાઈ, સિંધી સલમાન ઇમ્તિયાઝ ભાઈ અને સિંધી અખ્તરભાઈ યુસુફભાઈ રહે. તમામ ખેરાલુ સામે ફરિયાદ નોંધાવી છે.

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *