Gujarat

ખેરાલુમાં બે જૂથો વચ્ચે પથ્થરમારામાં ૩ને ઈજાઓ થઈ

ખેરાલુ
ખેરાલુના હાટડીયા વિસ્તારના બહેલીમ વાસમાં રહેતા એક બહેલીમ પરિવારને મહોલ્લાની સામે મસ્જિદ પાસે રહેતા અન્ય બહેલીમ પરિવાર સાથે છેલ્લા ઘણા સમયથી મનમોટાવ ચાલતો હોઇ બંને પરિવારના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં સામસામો પથ્થરમારો કરતાં ત્રણેક લોકોને ઇજા થઇ હતી. જાેકે, ઘટનાની જાણ થતાં પીઆઇ એ.ટી. પટેલની સુચનાથી પીએસઆઇ જીતુભાઇ રબારી સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલમાં મોકલી આપ્યા બાદ ટોળાં વિખેરી સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. બંને જૂથના ૩-૩ મળી ૬ શખ્સોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી ખેરાલુ પોલીસ મથકે આવતાં એસપીની રૂબરૂ ઇજાગ્રસ્તોનું નિવેદન મેળવી પોલીસે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરી છે. ખેરાલુના હાટડીયા વિસ્તારમાં આવેલા બહેલીમ વાસમાં બે પરિવારો બાખડી પડતાં સામસામે પથ્થરમારો થયો હતો. જેમાં ત્રણેક જણાંને ઇજા થઇ હતી. પોલીસે બંને જૂથના ૬ શખ્સોની અટકાયત કરી સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી.

Stone-pelting-between-the-two-groups.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *