ખોરાસા ગીર અને આજુબાજુના ગામોની તમામ માળખાકિય સુવિધાઓ ખૂબ જ ટૂંકા ગાળામાં પૂર્ણ પણ કરીશું
ભાજપના ઉમેદવાર શ્રીભગવાનજીભાઈ કરગઠીયા દ્વારા મહત્વની જાહેરાત જીતી ગયા બાદ ખોરાસા ગીર ગામે ધારાસભ્યનું કાર્યાલય કાર્યરત કરીશ ખોરાસા ગીર અને આજુબાજુના 20 ગામો માટે ગડુ જંગલ રોડ ઉપર ધારાસભ્યશ્રીનું કાર્યાલય ચાલુ કરીશું અને દર શનિવારે તે કાર્યાલય ખાતે હું બેસીસ આવી વાત ભારતીય જનતા પાર્ટીના માંગરોળ માળીયા હાટીના ના ઉમેદવાર શ્રીભગવાનજીભાઈ કરગઠીયા એ જણાવેલ છે ભૌગોલિક સ્થિતિ જોતા માળિયા તાલુકાના ખોરાસા ગીર અને આજુબાજુના 20 ગામોનો વ્યવહાર આ ગામ સાથે હોય જેથી કરીને આ વિસ્તારમાં પણ ધારાસભ્ય નુ એક કાર્યાલય હોવું જોઈએ તેવું મારું માનવું છે આમ તો હું જીતી ગયા બાદ માંગરોળ માળીયાહાટીના ચોરવાડ ખાતે તો ધારાસભ્ય શ્રી નું કાર્યાલય કાર્યરત કરીશુ જ પરંતુ ખોરાસા ગીર અને આજુબાજુના ગામોને ધારાસભ્યશ્રીના કામ માટે થોડા કિલોમીટર પણ દૂર જવું ન પડે એટલા માટે થઈને અમે ખોરાસા ગીર ગામે રોડ ઉપર એક કાર્યાલય કાર્યરત કરીશું તેમજ ખોરાસાગીર ગામ અને આજુબાજુના ગામડાઓનો સંપૂર્ણપણે સરકારશ્રીની યોજના મુજબ વિકાસ થાય તેની પણ અમે ખાતરી આપીએ છીએ આ વિસ્તારમાં જે કાંઈ પ્રશ્નો હશે તે આ કાર્યાલય થકી ખૂબ જ ટૂંકા ગાળામાં આપણે ઉકેલ પણ લાવી શકીશું સાથે સાથે દર શનિવારે સર્વ સમાજના આગેવાનો સાથે બેઠક કરીને વિસ્તારની મૂંઝવતા કન્નડતા પ્રશ્નોનું નિરાકરણ પણ કરીશું
અહેવાલ :- નરેશ રાવલીયા