Gujarat

ગસ લીક થતા ગૂંગળામણથી સુરત માં પતિ અને ગર્ભવતી પત્નીનું મોત

સુરત
પોતાના વતન મધ્ય પ્રદેશ માં પ્રેમ લગ્ન લોકો નહીં સ્વીકારે એ ડરથી પ્રેમી જાેડાએ સુરત સ્થાઈ થવાનું વિચારીને લગ્ન કરી જીવન શરૂઆત કરી હતી, મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના વતની કાલી ઉર્ફે કિરણ અને સુલતાન વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ પ્રેમને મૂર્ત સ્વરૂપ આપવા બન્નેએ ભાગીને લગ્ન કર્યા હતા. બાદમાં રોજગારી અને શાંતિના જીવન માટે તેઓ સુરતની સચિન જીઆઈડીસીની મિલમાં નોકરી કરીને જીવન ગુજારતાં હતાં. મધુર લગ્ન જીવનની મીઠિ યાત્રામાં કાલીને બે માસનો ગર્ભ પણ હતો. પતિ પત્ની બેમાંથી ત્રણ બનવાનો આનંદ ઉજવી રહ્યાં હતાં એવામાં જ ભરનિંદરમાં મોત મળતાં દંપતિની સાથે કામ કરતાં લોકો પણ શોકમાં ગરક થઈ ગયાં હતાં.પતિ પત્ની તરિકે નવા જીવનની શરૂઆત કરનારા કાલિ અને સુલતાન રોજે રોજ મિલમાં મજૂરી કરીને શાંતિનો રોટલો ખાઈ રહ્યાં હતાં.જાે કે, સુમધુર દાંપત્ય જીવન જીવતાં કાલી અને સુલતાનની પ્રેમ કહાણી કહો કે, લગ્નજીવન પર કેમિકલ વેપલો ચલાવનારા માફિયાઓની જાણે નજર લાગી ગઈ હતી. વહેલી પરોઠના ચારેક વાગ્યે કેમિકલ ઠાલવવામાં આવતાં જ બન્ને પતિ પત્ની ઊંઘમાં જ તરફડવા લાગ્યા હતાં. સાથે કામ કરતાં અન્ય કામદારો એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ લાવ્યા હતાં. જાે કે સારવાર મળે તે પહેલાં જ બન્ને પતિ પત્નીના મોત નીપજી ચૂક્યાં હતાં. કાલી અને સુલતાની પ્રેમયાત્રાના પરિપાક સ્વરૂપે કાલી ઉર્ફે કિરણને બે માસનો ગર્ભ પણ રહ્યો હતો. ગર્ભ રહ્યાના પહેલાં જ દિવસથી બન્ને ખુશ હતાં. બેમાંથી ત્રણ બનવાની યાત્રા પણ બન્ને સાથે જ જીવી રહ્યાં હતાં. સુલતાન કિરણ માટે રોજે રોજ કામ પરથી છૂટીને કંઈને કંઈ સારી વસ્તુ ખરીદી લાવીને કિરણને ખુશ રાખવાનો પ્રયાસ કરતો હતો. જેથી આવનારૂં બાળક પણ ખુશ રહે. જાે કે ગર્ભસ્થ બાળક આ દુનિયામાં આવે તે પહેલાં જ કેમિકલને તેનો શ્વાસ રૂંધી દેતા આ ફાનિ દુનિયા છોડીને બાળક પણ જતું રહ્યું હતું. સાથે કામ કરનાર શ્રમિકે કહ્યું કે,કાલી અને સુલતાન બહુ પ્રેમાળ જાેડી હતી. બન્ને વચ્ચેનો પ્રેમ અમારા ટોળામાં ખૂબ જ સરાહનિય હતો. અમે તેમના મોતને હજુ સુધી સ્વિકારી શકતા નથી. સુલતાન ત્રણ ભાઈઓમાં બીજા નંબરનો દિલદાર હતો. જ્યારે કાલિ ઉર્ફે કિરણ પણ ખૂબ જ સોહામણી હતી. કિરણ ગર્ભવતી થઈ ત્યારથી સુલતાન પણ ધીરે ધીરે વધારે સ્થિર અને જવાબદારી વાળો બની ગયો હતો. જાે કે, આ દંપતિ સહિત છ જણને મોતનો રસ્તો દેખાડનારા સામે યોગ્ય કાર્યવાહી થાય તે જ અમારી માગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *