ગાંધીધામ : સંકુલ માં શહેરો ની સાથે સાથે હવે સોસાયટીઓમાં પણ પાયાની સગવડો પૂરી પાડવામાં પ્રશાસન સદંતર નિષ્ફળ ગયું હોવાથી પ્રજાજનોમાં આક્રોશ ની લાગણી ફેલાઈ છે . સંકુલનીની મુખ્ય સમસ્યા ઓનો ત્વરીત નિકાલ કરવામાં આવે તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એસ.સી. ડિપાર્ટમેન્ટ ના કન્વીનર ગોવિંદ દનીચા એ કરી છે.
ગાંધીધામ સંકુલ ના મુખ્ય શહેરો ગાંધીધામ અને આદિપુરમાં મુખ્ય માર્ગોની દયનીય દશા, પીવા ના પાણીની સમસ્યા, ગટર મિશ્રિત પાણી, બાવળના ઝુંડ, ઠેર ઠેર કચરાઓના ઢગ ની સમસ્યાઓ તો યથાવત છે ત્યારે હવે આંતરિક સોસાયટીઓમાં પણ લોકો પ્રાથમિક સમસ્યાઓનો સામનો કરતા અને સતત પ્રશાસન પાસે અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પ્રશાસન દ્વારા માત્ર ઠાલા આશ્વાસનો આપી પ્રજાની પીડામાં વધારો કરી રહ્યું છે. ગાંધીધામ સંકુલના મહેશ્વરી નગરમાં લાંબા સમયથી સતત ઉભરાતી ગટરો , ખખડધજ આંતરિક માર્ગો અને સાફ સફાઈ ના અભાવે રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
મહેશ્વરી નગરમાં છેલ્લા લાંબા સમયથી લોકો વિકટ પરિસ્થિતિ મા જીવવા મજબૂર થઈ રહ્યાં છે. લેખિત, મોખીત તેમજ નગર પાલિકા મા રૂબરૂ રજુઆતો છતાં તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી.
શ્રી દનીચા એ આ વિસ્તાર ની રૂબરૂ મુલાકાત લઇ લોકોની વિવિધ સમસ્યાઓ સાંભળી તેનું નિરાકરણ માટે પ્રશાસન પાસે રજૂઆત કરશે તેમ છતાં પણ જો પ્રશાસન દાદ નહીં આપે તો રહેવાસીઓને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામા આવશે તેમ અંત મા જણાવ્યું હતુ.


