Gujarat

ગાંધીધામની બજારમાં એક કારમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં ભાગદોડ મચી

ગાંધીધામ
કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામની મુખ્ય બજારમાં સમી સાંજે એક કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરા-તફરી મચી જવા પામી હતી. જાેત જાેતામાં કારમાં લાગેલી આગમાં ધમાકા થવા માંડતા આસપાસના વેપારીઓ અને રસ્તે જતા શહેરીજનોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. મહારાષ્ટ્ર પાર્સિંગની કાર એક યુવક ચલાવીને જઈ રહ્યો હતો. તે દરમિયાન કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ચાલક કારની બહાર નીકળી ગયો હતો. સ્થળ પર ઉપસ્થિત એક માત્ર ટ્રાફિક મહિલા જવાને સમગ્ર મામલો સંભાળ્યો હતો. ઘટનાની જાણ થતા ગાંધીધામ નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને આગને કાબુમાં લીધી હતી. જાેકે આ પહેલા આસપાસના વેપારીઓએ પાણીના કુલર વડે ગાડીમાં પાણીનો મારે ચલાવી આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો.

Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *