Gujarat

ગાંધીનગર ઉનાવા રોડ પર અકસ્માતમાં ૧નું મોત

ગાંધીનગર
મહેસાણાના વિસનગર ભવાની હાઉસિંગ સોસાયટીમાં રહેતાં કૃપાલભાઈ વાસુદેવ દીક્ષિત સુરત ખાતે ભાવિન ઈલેક્ટ્રોનિકમાં નોકરી કરે છે. ગત તા. ૨૪મી ફેબ્રુઆરીના રોજ કૃપાલભાઈ અને તેમના મિત્ર રીતેશ પ્રવિણભાઈ પટેલ ધંધા અર્થે ઈકો કાર લઈને સુરત ગયા હતા. સુરતમાં કામ પતાવીને બંને મિત્રો ૨૫મી ફેબ્રુઆરીએ પરત વિસનગર જવા માટે નીકળ્યા હતા. ત્યારે ઉનાવા આઉટ પોસ્ટ માણસા ટહુકો પાસેથી પસાર થતા હતા. એ વખતે કાર રિતેશભાઈ ચલાવી રહ્યા હતા. આ દરમિયાન ટ્રેલરના ચાલકે પોતાનું ટ્રેલર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી સામેથી ઈકો કારને ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માત થતાં ડ્રાઇવર ટ્રેલર સ્થળ પર મૂકીને નાસી ગયો હતો. જ્યારે કૃપાલભાઈ ઈજાગ્રસ્ત હાલતમાં જેમ-તેમ કરીને કારની બહાર નીકળ્યા હતા. અકસ્માતના પગલે રાહદારીઓ પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. જાે કે ટ્રેલરની ટક્કરથી રીતેશભાઈ કારમાં ફસાઈ ગયા હતા. જેમને રાહદારીઓ ભેગા મળીને કારનો દરવાજાે તોડીને બહાર કાઢ્યા હતા. પરંતુ માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થવાથી તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બાદમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બન્નેને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે રિતેશભાઈને મૃત જાહેર કર્યા હતા. બનાવના પગલે પેથાપુર પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. અને ટ્રાફિક ક્લિયર કરાવી કૃપાલભાઈની ફરિયાદના આધારે ટ્રેલરના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગરના માણસા ઉનાવા રોડ પર ઈકો કારને સામેથી આવતાં ટ્રેલરના ચાલકે પોતાનું ટ્રેલર પૂરપાટ ઝડપે હંકારી ટક્કર મારતાં કારમાં સવાર વિસનગરના રહીશનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *