Gujarat

ગાંધીનગરના અંબાપુર પાટીયાના બમ્પ પાસે વાહન સ્લીપ થઈ જતાં ઈજાગ્રસ્ત ચાલકનું દવાખાના માં સારવાર દરમિયાન મોત

ગાંધીનગર
બમ્પ પાસે એક્ટિવા સ્લીપ ખાઈ જતાંની ઘટના તો અવાર નવાર જાેવા મળે છે પરંતુ આવી એક ઘટના ગાંધીનગર ના આમ્બપુરમાં જાેવા મળી છે. ગાંધીનગરના અંબાપુર પાટીયાના બમ્પ પાસે તેમણે એક્ટિવા પરનો કાબુ ગુમાવી દેતાં એક્ટિવા સ્લીપ ખાઈ ગયું હતું. જેના કારણે સત્યસાચી રોડ પર પટકાયા હતા. જેથી તેમને શરીરે તેમજ માથાના ભાગે નાની-મોટી ઈજાઓ થતાં રાહદારીઓએ તેમને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ મોકલી આપ્યા હતા. બનાવની જાણ થતાં તેમના પિતા અને ભાઈ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં સત્યસાચીની સારવાર ચાલી રહી હતી. પરંતુ સાડા નવ વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. અંબાપુર પાટીયાના બમ્પ પાસે એક્ટિવા સ્લીપ ખાઈ જતાં ગંભીર રીતે ઘાયલ ઓરિસ્સાના યુવાનનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અકસ્માતના પગલે અડાલજ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ ઓરિસ્સાના વતની સત્યસાચી સંતોષકુમાર દાસ તેમના ભાઈ સત્યાજીત દાસના ઘરે વલાદ રહેતા હતા. જેમના પરિવારમાં પત્ની પ્રીતિ અને પુત્ર કરણ અને આદિત્ય છે. સત્યસાચી અમદાવાદ શાહીબાગ ખાતે કામ અર્થે ગયા હતા. જ્યાંથી જગન્નાથ મંદિરે દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *