Gujarat

ગાંધીનગરના કલોલમાં એક સોસાયટીમાં તસ્કરો ૧,૪૪,૦૦૦ હજારથી પણ વધુની મત્તા લઈ ફરાર

કલોલ
કલોલ રેલવે પૂર્વમાં માનવ મંદિર સોસાયટીમાં રહેતા લીલાબેન ઈશ્વરભાઈ જાદવ જેમનો મોટો દીકરો વિક્રમ ગાંધીનગર ખાતે રહેતો હોવાથી તારીખ ૬/૧૦ ના રોજ નાના દીકરા સૌરભને લઈને ગાંધીનગર ખાતે મોટા દીકરાને ત્યાં એક અઠવાડિયા માટે રોકાવા માટે ગયા હતા. મોટા દીકરાને ત્યાં રોકાઈને એક અઠવાડિયા બાદ પોતાના ઘરે કલોલ ખાતે આવી ગયા હતા. આવીને ઘરનો દરવાજાે ખોલતાની સાથે જ ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો. જેથી ઘરમાં તપાસ કરતાં જાેવા મળ્યું કે ઘરના મુખ્ય રૂમની બારી અને દરવાજાે ખુલ્લો હતો. તેમજ બારીની બહારની સાઈડ મારેલી લોખંડની ગ્રીલ પણ તૂટેલી હતી. જેથી લીલાબેન ઘરના બીજા રૂમ બાજુ જઈને જાેતા તે રૂમનો પણ સરસામાન વેરવિખેર પડ્યો હતો. તેમજ રૂમમાં પડેલી લોખંડની તિજાેરી પણ તૂટેલી હતી. તેનો સામાન બહાર કાઢતા જાણવા મળ્યું ૬ જેવા ઘરેણા સોનાની બંગડી, એક સોનાની ચેન, ચાંદીની જાજરી, ચાંદીની પાયલ, ચાંદીના સિક્કા તેમજ ચાંદીનો જુડો એમ કુલ ૧,૪૨,૦૦૦ ના તો દાગીના જ હતા. તેમજ ૨૦૦૦ રૂપિયા રોકડા તેમ કુલ ?૧,૪૪,૫૦૦ ની ચોરી થઈ હતી. જેથી જાદવ લીલાબેન પોતાના ઘરમાંથી ૧,૪૪,૦૦૦થી પણ વધારે નીમતા ચોરી થઈ હોવાનો ગુનો કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *