Gujarat

ગાંધીનગરના ગિફ્ટસિટી રોડ પર કાર પલ્ટી જતાં ૧નું મોત

ગાંધીનગર
ગાંધીનગરના રાંદેસણ ખાતે રીવર ફ્લોરા ફ્લેટમાં રહેતાં કુલવીર ભાટીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ફ્લેટની નીચેના માળે ફ્લેટ નંબર ૨૦૨માં રાજેશ ભાટીયા પરિવાર સાથે નિવૃત જીવન ગુજારે છે. જેમના પરિવારમાં તેમની પત્ની કવિતાબેન અને ૨૨ વર્ષીય દીકરો તનિષ્ક અને દીકરી સંજાેલી (ઉ. ૧૮) હતી. બંને ભાઈ બહેન તેમની મિત્ર પાયુશની સાથે સરગાસણ ખાતે મેકડોનાલ્ડમાં જમવા માટે ગયા હતા. જ્યાં જમ્યા પછી પાયુશની નીકળી ગઈ હતી. જ્યારે ભાઈ બહેન કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન કાર તનિષ્ક ચલાવતો હતો. ત્યારે શાહપુર ગિફ્ટ સિટી રોડ પર સાબરમતી બ્રિજનાં છેડે અચાનક કાર પરનો કાબુ ગુમાવી દેતાં તનિષ્કએ કરતા રોડની સાઈડમાં ઉતારી દીધી હતી. જેનાં કારણે કાર પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતના પગલે રાહદારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ હતા અને ભાઈ બહેનને કારની બહાર કાઢ્યા હતા. જ્યાં સંજાેલીને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેનું સ્થળ પર મોત થયું હતું. બાદમાં બન્નેને નજીકની એસએમવીએસ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબ દ્વારા પણ સંજાેલીને મૃત જાહેર કરવામાં આવી હતી. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગરના શાહપુર ગિફ્ટ સિટી રોડ પર સાબરમતી બ્રિજનાં છેડે કાર પલટી ખાઈ જતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. રાંદેસણમાં રહેતા ભાઈ બહેન સરગાસણ ખાતે મેકડોનાલ્ડમાં જમીને પરત ઘરે જઈ રહ્યા હતા, ત્યારે કાર પલટી ખાઈ જતા ૧૮ વર્ષીય બહેનનું ગંભીર ઈજાઓ થવાથી સ્થળ પર જ મોત થતાં ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

A-triple-accident-occurred.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *