ગાંધીનગર
ગાંધીનગર સેક્ટર ૩બીમા રહેતી મીતાબેન ગોહેલના લગ્ન અમદાવાદ મજુરગામમા રહેતા મેહુલ ગોહેલ સાથે વર્ષ ૨૦૧૮મા થયા હતા. પરણિતા સેક્ટર ૩૦મા આવેલી વન વિભાગની કચેરીમા આઉટ સોર્સમા નોકરી કરતી હતી. જેને લઇને અમદાવાદથી અપડાઉન કરતી હતી. લગ્ન બાદ છ મહિના સુધી તો સારુ ચાલતુ હતુ. ત્યારબાદ નાની નાની માથાકૂટ ચાલતી હતી, પરંતુ સંસાર બગડે નહિ તે માટે ચલાવી લેવામા આવતુ હતુ. ૨૦૨૦મા દિકરાનો જન્મ થયો હતો. ત્યારબાદ જીયાણુ તેડવા આવીશ પરંતુ તેડવા આવ્યા ન હતા.નોકરી કરતી હોવાથી તેના પતિ સહિતના સાસરિયા તેની સામે વહેમ રાખીને નોકરી છોડવા દબાણ કરતા હતા. જ્યારે નોકરી બાબતે પતિ ખોટી ચઢામણી કરતા હતા. જ્યારે નોકરી બાબતે અવાર નવાર બોલાચાલી થતી હતી. પત્નિ તેના પતિને ફરિયાદ કરવા જાય તો ઉલટાનુ તેને માર મારવામા આવતો હતો. તે ઉપરાંત નોકરીમાં આવવા જવા માટે નાણાંની જરૂરિયાત હોવાથી પતિ પાસે રૂપિયા માગતા કહેતો હતો કે, તુ કમાય છે તો મારી પાસે કેમ રૂપિયા માગે છે ?. જ્યારે બે માળનુ મકાન હોવાથી પરણિતા નીચે પાણી ભરવા જાય તો મ્હેટા ટોણા મારવામા આવતા હતા. પતિ વહેમ રાખતો હતો, સાથે તેનો દિયર પણ વહેમ રાખતા પરણિતાનો ફોન વારંવાર ચેક કરવામા આવતો હતો. સાસુ સસરા ઝગડા કરતા હતા. જેમા સાસુએ ઘરે ધક્કો મારતા પરણિતાને બારીનો કાચ ગળાના ભાગે વાગ્યો હતો. તેમ છતા સંસાર સુધારવા સહન કરતી હતી. ત્યારબાદ પરણિતાને ઘરેથી કાઢી મુકતા મેહુલ વિનોદ ગોહેલ, વિનોદ જેઠા ગોહેલ, હંસા વિનોદ ગોહેલ, કિરીટ વિનોદ ગોહેલ, નંદુ કિરીટ ગોહેલ, ગૌતમ વિનોદ ગોહેલ, પ્રવિણ જેઠા ગોહેલ, ગીરીશ પ્રવિણ ગોહેલ સામે માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી.શહેરમા સેક્ટર ૩મા પિતાના ઘરે રહેતી યુવતિના લગ્ન થયા હતા. ત્યારબાદ યુવતિ વન વિભાગની કચેરીમાં નોકરી કરતી હોવાથી તેની પાસેથી નાણાંની માંગણી કરવામા આવતી હતી. જ્યારે પતિએ તેને કહ્યુ હતુ કે, જાે તારે અફેર ના હોય તો હાથ ઉપર ચપ્પાના ઘા મારી સાબિતી આપ. તે ઉપરાંત પારાવાર યાતનાઓ આપવામા આવતા આખરે યુવતિએ પતિ સહિત ૮ સાસરિયા સામે માનસિક ત્રાસ સહિતની ફરિયાદ કરવામા સેક્ટર ૭ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
