Gujarat

ગાંધીનગરની જીએનએલયુ ખાતે કોમન લો એડમિશન ટેસ્ટ ૧૮ ડિસેમ્બરે યોજાશે

ગાંધીનગર
ગાંધીનગરના રાયસણ સ્થિત દેશ વિખ્યાત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીખાતે આગામી તા. ૧૮ ડિસેમ્બરને રવિવારના રોજ કોમન લો એડમિશન ટેસ્ટ યોજવામાં આવશે. આ વર્ષે કોમન લો એડમિશન ટેસ્ટ માટે ગુજરાતમાંથી ૧,૧૧૩ ઉમેદવારોએ નોંધણી કરાવી છે. ગાંધીનગરની ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટીમાં કોમન લો એડમિશન ટેસ્ટ (ઝ્રન્છ્‌ ૨૦૨૩) ૧૮ ડિસેમ્બરના રોજ લેવામાં આવશે. આ વર્ષે ગુજરાતના ચાર શહેરો ગાંધીનગર, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાંથી સીએલએટી માટે કુલ ૧,૧૧૩ ઉમેદવારોએ નોંધણી કરાવી છે. જ્યારે વર્ષે ગુજરાતમાંથી સીએલએટી માટે ૧૨૨૪ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી.
આ વર્ષે ભારતભરમાંથી આશરે ૫૫ હજાર ઉમેદવારોએ નોંધણી કરાવી છે. તેમજ ગત વર્ષે ૬૧ હજાર ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. દેશની ૨૨ નેશનલ લો યુનિવર્સિટીના પાંચ વર્ષના સંકલિત એલએલબી અને એક વર્ષના એલએલએમ પ્રોગ્રામ્સમાં સીએલએટીના પરિણામના આધારે પ્રવેશ આપવામાં આવશે. ૨૨ નેશનલ લો યુનિવર્સિટી તેમના એલએલબી પ્રોગ્રામમાં લગભગ ૧,૬૦૦ બેઠકો ધરાવે છે. ૨૨ નેશનલ લો યુનિવર્સિટી ઉપરાંત લગભગ ૫૦ અન્ય ક્લેટ-સંલગ્ન યુનિવર્સિટીઓ પણ તેમના કાર્યક્રમોમાં પ્રવેશ માટે સીએલએટી પરીક્ષાનો ઉપયોગ કરે છે. સીએલએટીની પરીક્ષા માટે ગાંધીનગર સેન્ટરમાં ૬૭૮ ઉમેદવારોએ નોંધણી કરાવી છે. જેમાં એલએલબી માટે ૫૪૨ અને એલએલએમ માટે ૧૩૬ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટી માં એલએલબી પ્રોગ્રામમાં ૨૦૪ અને એલએલએમ પ્રોગ્રામમાં ૫૭ સીટો છે. જ્યારે આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી નવા શરૂ થઈ રહેલા જીએનએલયુ સિલ્વાસા કેમ્પસ માટે પણ ક્લેટના આધારે પ્રવેશ આપવામાં આવશે. જીએનએલયુ સિલ્વાસા કેમ્પસમાં બીએ એલએલબી પ્રોગ્રામમાં ૬૬ અને એલએલએમ પ્રોગ્રામમાં ૩૩ બેઠકો છે. નેશનલ લો યુનિવર્સિટીના કન્સોર્ટિયમ માટે જીએનએલયુ ગુજરાતમાં સીએલએટીનું આયોજન કરે છે.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *