Gujarat

ગામડાની ભોળી પ્રજાને મુર્ખ બનાવવાનુ બંધ કરે કોંગ્રેસ : પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ વલકુભાઈ બોસ

વિક્રમ સાખટ બ્યુરો અમરેલી

ચુંટણી નજીક આવતા ઢોલ અને ફુલહાર ગાડીમા રાખીને પોતાની નિષ્ફળતા છુપાવવાના પ્રયાસો કરી રહી છે કોંગ્રેસ, હવે જનતા નહી છેતરાય

રાજુલા તાલુકા પંચાયત ના પુર્વ પ્રમુખ અને રાજુલા તાલુકા ના ઝાંબાઝ નેતા વલકુભાઈ બોસે જણાવ્યુ છે કે હાલ રાજુલા ના ધારાસભ્ય ને ચુંટણી ના ભણકારા વાગી રહ્યા હોય અને રાજુલા વિધાનસભાની જનતાને ૧૨ જેટલા વચનો આપી ને એકપણ વચન પુર્ણ નહી કરનારને જનતા ઓળખી ગઈ છે.

તેમણે જણાવ્યુ છે કે ભાજપ પર પાવડો અને તગારા ગાડી મા રાખવાના ખોટા આક્ષેપો કરનાર હાલ પોતાની ગાડીમા ઢોલ અને ફુલહાર લઈ ને ગામડે ગામડે ફરી રહ્યા છે અને પોતાની નિષ્ક્રિયતા અને નિષ્ફળતા છુપાવવા માટે ભાજપની રાજુલા તાલુકા પંચાયત અને એટીવીટી ના કામો પોતે કરેલા ગણાવી રહ્યા છે.

ચુંટણી પહેલા વચનોની હારમાળા સર્જનાર જીત્યા પછી એકપણ વાયદો પુરો કર્યો નથી અને કામો ન કરીને માત્ર ભાજપને બદનામ જ કર્યુ છે તેમ વલકુભાઈ બોસે જણાવ્યુ હતુ

IMG_20220225_215727.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *