ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગિર સોમનાથ જિલ્લાની ઉના ૧૦૮ એમ્બ્યુલન્સ ના કર્મચારીએ દર્દી ને સારવાર ની સાથેસાથે પ્રામાણિકતા ના પણ પુરી પાડી હતી તારીખ ૦૨/૦૭/૨૦૨૨ ના રોજ ઉના તાલુકાના દેલવાડા રોડ ઉપર બપોર ના ૨:૩૦ વાગ્યે એક બાઇક અકસ્માત થયેલો ઉના એમ્બ્યુલન્સ ને કોલ આવેલો દર્દી કિરણભાઈ ભરતભાઇ સોલંકી ને ઇજા થયેલ ફરજ પર હાજર કર્મચારી ઈ.એમ.ટી ભરત ભાલીયા પાઇલોટ કનુભાઈ સાખટ ઘટના સ્થળે પહોંચી દર્દી ની તપાસ કરતા ડાબા પગમા ઈજા થયેલ હતી તેમને પ્રાથમિક સારવાર આપી અને ૧૦૮ હેડ ઓફિસ ના ડોક્ટર ની સલાહ મુજબ અને ઈ.એમ.ટી ની આવડત થી જરૂરી સારવાર આપી અને ઉના ખાનગી હોસ્પીટલ ખાતે વધુ સારવાર માટે પહોચાડવા માં આવ્યા હતા તેમની સાથે અંદાજે ૬૦૦૦૦ થી ૬૫૦૦૦ હજાર રૂપિયા રોકડા હતા અને ૧ મોબાઈલ ફોન અંદાજે ૨૦૦૦૦ એમ ટોટલ ૮૫૦૦૦ હજાર નો મુદામાલ તેમનાં ભાઈ જગદીશ ભાઈ ને આપવામાં આવ્યો હતો તેમના સગા સબંધી એ ૧૦૮ ના કર્મચારીનો આભાર માન્યો હતો જિલ્લા ના ઉચ્ચ અધિકારી જયેશ કારેના અને યુવરાજ સિંહ ઝાલા દ્વારા પણ સારી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.


