ગિરગઢડા
ભરત ગંગદેવ..
ધારાસભ્ય ની ફરિયાદ બાદ બાબરીયા ગામે ભ્રષ્ટાચાર ની તપાસ..અધિકારી ઓ માં સન્નાટો ગિરગઢડા તાલુકામાં પેલી કેહવત સાર્થક થહી રહી છે.” અંધેરી નગરી અને ગંડું રાજા ટકેસર ભાજી ટકેસર ખાજા ” ગિરગઢડા તાલુકામાં જાણે કે કોઈ ડર ના હોય તેમ અધિકારી ઓ અને પદાધિકારી માં ભષ્ટચાર કરવાની હોડ જામી હોય તેવું દેખાય રહ્યું છે. એ.ટી.વી.ટી અને 14/15.માં નાણાપચ ના કામોમાં મોકલું મેદાન ખુલી ચેલન્જ જે ? થાય તે કરિલેવુ.? ખાલી 14/15 ના કામો નું રેકડ તપાસ કરી એમ. બી અને મટરીયલ જે સરકારે ગ્રાઇડ લાઇન નકી કરી હોય તેજ જોવ બધુજ ચિત્ર સામે આવી ને ઉભુરાસે બે રોકટોક દે ધનાધન. વાહ રે વાહ જય જય ગરબી ગુજરાત. ગિરગઢડા તાલુકાના બાબરીયા ગામની મેટર નજરમાં આવતા તંત્ર હરકત માં આવ્યું છે. તંત્ર અહીંયા ખાલી બાબરીયા જ નય પણ લોક લાડીલા ધારાસભ્ય જો 14/ 15 માં નાણાપંચ નો ખાલી રોજમેળ માંગી અને તપાસ હાથ ધરે તો કેટલા કૌભાંડો નીકળે તે શબ્દ માં કેહવું મુશ્કિલ છે ? એક તરફ ગતિશીલ સરકાર દ્વારા તેવું કહેવામાં આવી રહ્યું છે કે વિકાસ ની દિશામાં ગુજરાતે હરણફાલ ભરી છે.? તથ્ય 100% સત્ય પણ હોય શકે પરંતુ અમુક તાલુકાઓ માં તો ભષ્ટચારે માજા મૂકી છે એમની તપાસ ક્યારે ? કોણ કરશે ? ત્યારે દુઃખ થાય છે. કે જવાબમાં આવશે ના કોઈ નહિ ? આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માં બે ટેબલ મહત્વના હોય છે (1) બાંધકામ (2) મનરેગા જ્યાં સરકાર ની મોટાભાગની યોજનવો નો વહીવટ અને વેવાર થાય છે. અને તે પણ સત્ય છે કે આજ સુધીમાં આ બન્ને ખાતાવોમાં ક્યારેય તપાસ થતિજ નથી કારણ શુ ??
ગિરગઢડા તાલુકા માં આ કોઈ નવીન વાત નથી અહીંયા તો તપાસ કરવાની ક્ષમતા હોવી જોઇએ સરકાર પાસે ગલિયે ગલિયે કાય ને કાય નાના મોટું હાથ માં આવીજ રેય ? આ તાલુકામાં મફત પ્લોટ થી માંડીને બે નંબર સુધી ના રેકોડ. સરકાર શ્રી ની વિવિધ યોજના અંતર્ગત કોઈપણ યોજના હોય હાથ મુકો ત્યાં ભષ્ટચાર ફાઇનલ. ક્યારેક તો તેવું પણ સાંભળવા મળી રહ્યું છે કે જે અધિકારી ગિરગઢડા માં હોતાજ નથી તેમની સહી થી ન થવાના કૌભાંડો થયા છે. ખરેખર તપાસ હાથ ધરવામાં આવે તો તે અધિકારી ની ડ્યુટી ગિરગઢડા માં હોતિજ નથી તો તેમની સહી આવી ક્યાંથી અને કોણ લયાવ્યું ? બોલો જોયા આવા પ્રરાકમો તમે ક્યાંય ? આતો ગિરગઢડા છે ભાઈ અહીંયા સબકુશ મુમકીમ હૈ. ના મુંમકીમ કુશ ભી નય.
ગિરગઢડા તાલુકાની એક ખાસિયત પણ રહી છે કરે કોક અને ભરે કોક ક્યારેય બાગડબિલા ઓ હાથમાં આવ્યાં જ નથી.? કૌભાંડ કોઈ પણ હોય સજા નિર્દોષ નેજ મલેશે.? ક્યાં સુધી સરકાર આ બધું બંધ આંખો એ તમાશો જોતી રેહશે.?
કૌભાંડો પણ કોઈ નાની હસ્તીઓ નથી કરતી બન્ને પક્ષ ને મીઠી મીઠી વાતો કરી અને પોતાના કામો કાઠાવી લેવામાં માહિર છે. એક કડવું સત્ય અહીંયા નોંધનય છે કે આવા લોકો ક્યારેય કોઈ પણ વ્યક્તિ ને વફાદાર હોતા નથી. તે તેમનાજ સ્વાર્થ ખાતર રાજકારણ ખેલતા હોય છે. તો ગિરગઢડા ની જનતાયે ક્યાં સુધી આવા બાગડબિલા ની ગેમનો ટાર્ગેટ થતું રેહવાનું.? હવે જાગો જાગવાનો સમય પાકી ગયો છે.હવે સત્ય ની રાહ પર ચાલતા પ્રમાણિત લોકો અને પદાધિકારી ઓ એ મેદાનમાં આવવુંજ પડશે જો ગિરગઢડા તાલુકાનો વિકાસ કરવો હોય તો સેહસરમ મુકવી પડશે..


