Gujarat

ગીર સોમનાથ અધિકારી-કર્મચારીઓને વેક્સીનનો પ્રિકોશન ડોઝ અપાયો જિલ્લા કલેક્ટર  રાજદેવસિંહ ગોહીલે પ્રિકોશન ડોઝ લીધો  

ગિરગઢડા
 ભરત ગંગદેવ
 ગીર સોમનાથ જિલ્લાની વહીવટી ગતિવિધિઓના કેન્દ્ર, ઈણાજ ખાતે જિલ્લા પંયાયતના સભાગૃહમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ અધિકારી-કર્મચારીઓને પ્રિકોશન ડોઝ માટે ખાસ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહીલે પણ પ્રિકોશન ડોઝ લઈ આ સાથે અન્ય અધિકારી-કર્મચારીઓને પ્રિકોશન ડોઝ લેવા માટે પ્રરિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોરોના પ્રતિરોધી વેક્સીનનો બીજો ડોઝ જે અધિકારી-કર્મચારીઓને લેવાનો બાકી હતો, તેમને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

IMG-20220113-WA0549.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *