ગિરગઢડા તા 18
ભરત ગંગદેવ.
થોડા દિવસો પહેલાં પહેલા જ એક ૮ વર્ષ ની દિકરી પર નરાધમ આરોપી એ દુષ્કર્મ આચરી કરૂણ હત્યા કરવામાં આવી હતી તેને પગલે સમગ્ર ગુજરાત રાજ્ય માં રોષ જોવા મળી છે ઠેરઠેર આરોપી ને કડક માં કડક સજા મળે અને ત્વરિત ન્યાય મળે તેવી માંગ ઉઠી રહી છે ત્યારે યુવા કોળી સમાજ ગુજરાત નાં પ્રદેશ પ્રમુખ રસિક ચાવડા અને પ્રદેશ મહામંત્રી અજય શિયાળ દ્વારા ગૃહ મંત્રી ને પત્ર લખી ને રજૂઆત કરી હતી કે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા ના જત્રાખાડી ગામે 8 વર્ષની નાની દીકરીની દુષ્કર્મ આચરી કરૂણ હત્યા કરેલ છે. આ જે ઘટના બની તે અતિ નિંદનીય અને અત્યંત દુખદ છે આવી ઘટનાને અમો યુવા કોળી સમાજ ગુજરાત સંગઠન સખ્ત શબ્દોમાં વખોડી છીએ, આવી ઘટનાઓ ફરી ના બને તે યોગ્ય પગલાં જરૂરી છે ત્યારે માનવ જાત પર આવા ઈસમો ખતરા સમાન છે. આવા આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે.તો જ દીકરી અને એના પરિવારને ત્વરિત ન્યાય મળે તે દિશામાં જરૂરી કાર્યવાહી કરવા એવી માંગ કરી હતી અને આ નરાધમ સામે દાખલા રૂપ કડક માં કડક કાયદાકીય કાર્યવાહી કરવાની યુવા કોળી સમાજ ગુજરાત માંગ સાથે પત્ર લખ્યો હતો.
