Gujarat

ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ દ્વારા સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓની હાજરીમાં પ્રશંસાપત્ર આપી બિરદાવ્વવ્યા 

સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
ગીર સોમનાથ જિલ્લામાં ગત જુલાઇ માસ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલ સારી કામગીરીની વિગત મંગાવવામાં આવેલ હતી. જેમાંથી ખુબ વિશિષ્ટ એવી કામગીરી અલગ તારવી પસંદગી કરી નીચે મુજબના કર્મચારીઓને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવેલ હતાં.
*૧. શ્રી ઉદયસિંહ પ્રતાપસિંહ સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ, બ.નં.૯૦૨, ક્રાઇમ બ્રાન્ચ, જિ.ગીર સોમનાથ.*
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પોલીસ સ્ટેશનમાંગુ.ર.નં. ૧૧૧૮૬૦૦૨૨૨૦૮૦૩/૨૦૨૨ આઇ.પી.સી કલમ-૩૯૨,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબનો અનડીટેકટ ગુન્હો તા.૦૫/૦૭/૨૦૨૨ ના કલાક ૨૦/૧૫ વાગ્યે દાખલ થયેલ હોય જેમાં અજાણ્યા આરોપીઓ હોન્ડા યુનિકોન મો.સા. નં.જી.જે.૩૨.એલ.૫૭૫૫ માં આવી ફરીયાદીની કે.ટી.એમ.કંપની આર.સી-૨૦૦ મોડલની મોટરસાયકલ કિ.રૂા.૨,૩૭,૦૦૦/-તથા રોકડા રૂા.૧૦૦૦/- ની લુટ કરી ફરીયાદી તથા સાહેદને ગાળો દઇ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી જઇ ગુન્હો કરેલ હોય જે અનડીટેકટ ગુન્હા અંગે તેઓને મળેલ બાતમી આધારે તા.૬/૦૭/૨૦૨૨ ના રોજ આ કામના આરોપી (૧) સાગર સ/ઓ કાનજીભાઇ કાળાભાઇ ચાવડા (૨) નદિમશા સ/ઓ બાપુશા ઉમરશા બાનવા (૩) રૂત્વીકભાઇ સ/ઓ મુળજીભાઇ ચુડાસમા રહે.બધા કોડીનાર વાળાઓને લુંટ કરેલ મોટરસાયકલ તથા રોકડ રકમ સાથે પકડી ગુન્હાનો ભેદ ઉકેલી અનડીટેકટ ગુન્હા શોધી કાઢી પ્રશંસનિય અને શ્રેષ્‍ઠ કામગીરી કરેલ છે.
*૨. શ્રી કુલદિપસિંહ જયસિંહ પરમાર, પોલીસ હેડ કોન્સ્ટેબલ, બ.નં.૯૦૩, પ્રભાસ પાટણ પો.સ્ટે., જિ.ગીર સોમનાથ.*
ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસપાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ ૧૪/૦૭/૨૦૨૨ ના કલાક ૨૧/૦૦ વાગ્યાથી સફારી સર્કલ ખાતે વાહન ચેકીંગની ફરજ દરમ્યાન તેઓની બાતમી હકીકત આધારે મજકુરભાવેશ ઉર્ફે ભુરો જાતે.દેવીપુજક રહે.પ્રભાસપાટણ ગુડલક સર્કલ વાળો તથા અન્ય બે ઇસમો છકડો રીક્ષામાં બોટ(વહાણ)માં ઉપયોગમાં આવતા સેલ નંગ-૧૪ સાથે પકડી પાડેલ. જે સેલ બાબતે મજકુર  ઇસમોની પુછપરછ કરતા સંતોષકારક જવાબ નહી આપતા યુક્તી-પ્રયુક્તીથી પુછપરછ કરતા અલગ અલગ દિવસે વેરાવળ બંદર તથા ભીડીયા બંદરમાં કાંઠે પડેલ બોટો માંથી ચોરી કરેલનુ જણાવેલ.જેથી મજકુર ઇસમોનેસીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી અને તેમના કબ્જા માંથી મળી આવેલ નાના મોટા સેલ નંગ-૧૪ કિ.રૂ.૧,૬૫,૦૦૦/- તથા છકડો રીક્ષા કિ.રૂ.૩૦,૦૦૦/- નો મુદામાલ સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી પ્ર.પાટણ પો.સ્ટે. સ્ટે.ડા.એન્ટ્રી નંબર.૪/૨૨ તા.૧૫/૦૭/૨૦૨૨ કલાક.૦૧/૦૦ વાગ્યે નોંધ કરાવેલ. અને ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી આ ચોરી અંગે વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૮૬૦૦૯૨૨૦૩૮૧/૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૩૭૯મુજબ ગુન્હો દાખલ કરાવી પ્રશંસનિય અને શ્રેષ્‍ઠ કામગીરી કરેલ છે.
*૩. શ્રી નિલેશભાઇ છગનભાઇ મૈયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ, બ.નં.૧૯૪,  ઉના પો.સ્ટે., જિ.ગીર સોમનાથ*
ગીર સોમનાથ જિલ્લાના ઉના પોલીસ સ્ટેશનમાં ગઈ તા.૦૫/૦૭/૨૦૨૨ ના ક.૧૨/૩૦ ના રોજ ફરજ દરમ્યાન તેઓને મળેલ બાતમી હકીકત આધારે મજકુર વારિશ નાફીશભાઇ સીદીકી મુસ્લીમ ઉ.વ.૩૩ મુળ રહે.કરીમનગર વસઇફાટા તા.પેલ્હાર જી.થાણે રાજય મહારાષ્ટ્ર હાલ રહે.રાજકોટ જામનગર રોડ શાંઢિયા પુલ વુડકા કવાર્ટર વાળાના કબજામાંથી (૧) સુઝુકી કંપનીની કાળા કલરની બર્ગમેન કિ.રૂ.૬૦,૦૦૦/- (૨)સુઝુકી કંપનીની કાળા કલરની એકસેસ કિ.રૂ.૩૫,૦૦૦/- (૩) સુઝુકી કંપનીની કાળા કલરની એકસેસ કિ.રૂ.૪૦,૦૦૦/- (૪) સુઝુકી કંપનીની કાળા કલરની એકસેસ કિ.રૂ.૪૫,૦૦૦/-તથા (૫) હોન્ડા કંપનીની બ્લ્યુ કલરની એકટીવા કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૧૦,૦૦૦/- નો શકપડતો મુદ્દામાલ મળી આવતા કાયદેસર કાર્યવાહી કરી મહારાષ્ટ્ર વાલીવ પો.સ્‍ટે.નાં (૧) ગુ.ર.નં.૧૦૨૮/૨૦૨૧ આઇ.પી.સી. ૩૭૯ મુજબ,(૨)ગુ.ર.નં.૧૧૧૨/૨૦૨૧ આઇ.પી.સી. ૩૭૯ મુજબ,(૩) ગુ.ર.નં.૧૧૩૪/૨૦૨૧ આઇ.પી.સી. ૩૭૯  મુજબ તથા (૪) ગુ.ર.નં.૧૨૩૨/૨૦૨૧ આઇ.પી.સી. ૩૭૯ મુજબના કુલ-૪ ગુન્હાનો ભેદ ઉકેલી અનડીટેકટ ગુન્હા શોધી કાઢી પ્રશંસનિય અને શ્રેષ્‍ઠ કામગીરી કરેલ છે.
*૪. શ્રી જીતેશકુમાર અરજણભાઇ દમણીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ, બ.નં.૧૫૭, નવાબંદર મરીન પો.સ્ટે., જિ.ગીર સોમનાથ*
ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાંગત તા.૧૬/૦૭/૨૦૨૨ ના રોજગુ.ર.નં-૧૧૧૮૬૦૦૩૨૨૦૩૩૦/૨૦૨૨  આઇ.પી.સી. કલમ-૩૬૨, ૩૭૬, ૩૭૬(૩), ૫૦૬(૨) તથા પોકસો એકટ-૨૦૧૨ ની કલમ-૪,૮ મુજબનો અનડીટેક્ટ ગુન્હો દાખલ થયેલ. જેમાં ફરીયાદીની સગીરવયની દિકરીને કોઇ અજાણ્યો પુરૂષ ઇસમ આશરે-૩૫ થી ૪૦ વર્ષનો શરીરે મજબુત બાંધાનો પોતાની મો.સા. ઉપર સ્કુલે મુકી જવાનુ કહી પોતાની મો.સા.મા પાછળ બેસાડી ફરીયાદીની દિકરીનુ અપનયન કરી બદકામ કરવાના ઇરાદે લઇ જઇ ફરીયાદીની દિકરીની મરજી વિરૂધ્ધ તેની સાથે શારીરીક અડપલા તથા શારીરિક શોષણ કરી ભોગ બનનારને જાનથી મારી નાખવની ધમકી આપી નાશી જઇ ગુન્હો કરેલ હોય જે ગુન્હાના આરોપીને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરેલ તે દરમ્યાન તમોને સ્ટાફ સાથે મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે પાલડી ગામેથી આરોપી કાનાભાઇ ઉર્ફે બટર લાખાભાઇ સોલંકીકોળી રહે.પાલડી તા.ઉના વાળાને તેના ઘરે પકડી પાડી અનડીટેક્ટ ગુન્હો ગણતરીની કલાકોમાશોધી કાઢી પ્રશંસનિય અને શ્રેષ્‍ઠ કામગીરી કરેલ છે.
*૫. શ્રી પ્રવિણભાઇ હમીરભાઇ બાંભણીયા, અનાર્મ પોલીસ કોન્સ.,બ.નં.૧૦૩૮, વેરાવળ સીટી પો.સ્ટે., જિ.ગીર સોમનાથ*
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સીટી પો.સ્ટે. માં (૧)અરજદારશ્રી બંસીબેન ડો/ઓ અશોકભાઇ ગોંડલીયા રહે.વેરાવળ વાળા તરફથી ઓનલાઇન ખરીદીમાં અરજદારના ખાતામાંથી રૂા.૮૭,૦૦૦/- પડાવી લેવા બાબતની સાયબર ક્રાઇમની અરજી તથા (ર) અરજદારશ્રી કરશનભાઇ સોલંકી રહે.નાખડા ગામ તા.વેરાવળવાળા તરફથીઓનલાઇન ટીકીટબુકીંગ માટે ઓનલાઇન પેમેન્ટ રૂા.૫૯૭૮/-કરેલ હોય જે ટીકીટ એજન્સી દ્રારા કોઇ પણ જાતના રિફન્ડ વગર કેન્સલ કરેલ જે રિફન્ડ મેળવવા બાબતેની અરજીઓ તપાસ અર્થે મળતાઆ સાયબર ફ્રોડના બનાવોની ગંભીરતા ને ધ્યાને લઇ થાણા અધિકારીના માર્ગદર્શન હેઠળ તમોએ લાગુ પડતી એજન્સીઓ/કચેરીઓ તરફ ઇ-મેઇલ તથા પત્ર વ્યવહાર કરીબેન્ક સાથે સંકલનમાં રહી ત્વરીત કાર્યવાહી કરેલ. જેના પરીણામે અરજદાર નં.(૧) નાઓને રૂા.૪૯,૦૦૦/- પરત અપાવેલ છે. તથા  રૂા.૧૪,૪૦૦/- હોલ્ડ કરાવી પરત અપાવવા તજવીજ કરેલ છે. તેમજ અરજદાર નં.(૨)નાઓને તેઓની ફ્રોડ થયેલ પુરેપુરી રકમ રૂા.૫૯૭૮/- પરત અપાવી સાયબર ફ્રોડમાં રિફન્ડ અપાવવાની પ્રશંસનિય અને શ્રેષ્‍ઠ કામગીરી કરેલ છે.
*આંમ શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, ગીર સોમનાથનાઓ દ્વારા શરૂ કરવામાં આવેલ આ પ્રશંસનીય પહેલ દ્વારા જિલ્લા પોલીસ નાગરિકોના હિતમાં સારી કામગીરી કરવા માટે પ્રોત્સાહિત થયેલ છે. પોલીસની સારી કામગીરીને બિરદાવવાની આ પ્રથા દરમાસે શરૂ રાખવામાં આવનાર છે.*

IMG-20220825-WA0151.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *