રાજ્ય કક્ષા અંડર ૧૪ અને ૧૭ તથા ઓપન એઈજ ‘વોલીબોલ’ બેહનોની સ્પર્ધા તેમજ રાજ્ય કક્ષા અંડર ૧૭ તથા ઓપન એઈજ વેઇટલીફટીંગ સ્પર્ધા નો ગીર સોમનાથ માં પ્રારંભ
ગિરગઢડા તા 26
ભરત ગંગદેવ..
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્ય કક્ષા અંડર ૧૪ અને ૧૭ તથા ઓપન એઈજ ‘વોલીબોલ’ બેહનોની સ્પર્ધાનું આયોજન તા.૨૪ થી ૩૦મી મે સુધી સરખડી ખાતે કરવામાં આવેલ છે. જેમાં ઝોન કક્ષાની સ્પર્ધા માંથી વિજેતા થયેલ ૮ ટીમ ભાગ લઇ રહી છે. તથા રાજ્ય કક્ષા અંડર ૧૭ તથા ઓપન એઈજ ભાઈઓ બહેનોની વેઇટલીફટીંગ સ્પર્ધા તા.૨૫ થી તા,૨૭ મી મે સુધી સોમનાથ એકેડેમી, કોડીનાર ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં અં-૧૭ તથા ઓપન એઈજ બહેનો ની સ્પર્ધામાં ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લા માંથી બહોળી સંખ્યામાં ખેલાડી બહેનોએ ભાગ લીધો હતો.
વિજેતા ખેલાડીઓને સરકાર દ્વારા મેડલ, પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સુરસિંહભાઈ મોરી, સોમનાથ એકેડેમી ના પ્રમુખ કરશનભાઈ સોલંકી, સોમનાથ જિલ્લા વ્યાયામ શિક્ષકસંઘના પ્રમુખ વરજાંગભાઈ વાળા, હમીરભાઈ વાળા, દીપસિંહ દાહીમા વગેરે ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરી શુભેચ્છા પાઠવી હતી. જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજી ભાલીયા તથા ટેકનીકલ મેનેજર નરેશ ગોહિલ અને કનકસિંહ ખેર દ્વારા કાર્યક્રમના આયોજનમાં સક્રિય ભાગ ભજવ્યો હતો.


