Gujarat

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવળી(દેદાની) ગામે પરંપરાગત રીતે યોજાતી ખેડૂત યુવાનોની દોડ યોજાઈ હતી.આ દોડમાં 15 જેટલા યુવાનોએ ભાગ લીધો હતો કડોદરા ગામથી દેવળી ગામ સુધી 4 કિલોમીટરની આ દોડ યુવાનોએ 9.5 મિનિટમાં પુરી કરી હતી

 ગિરગઢડા
 ભરત ગંગદેવ
ગીર સોમનાથના દેવળી ગામે આજથી 200 વર્ષ પહેલાથી રક્ષા બંધન પર્વ પ્રસંગે યુવાનો ની આ દોડ યોજાય છે.જેને ગામઠી ભાષામાં ‘અળિયું-કળિયું’ તરીકે ઓળખવામાં આવે છે.આ સમય દરમ્યાન ખેડૂતો ખેતી કામમાંથી  થોડી નિરાંત અનુભવતા હોય છે.સારો વરસાદ થયા બાદ ખેતરમાં પાક લહેરાતો હોય તે જોઈ ખેડૂત આનંદિત થઈ ઉઠે છે.તેની મહેનત રંગ લાવતી હોય તેવી અનુભૂતિ થાય છે.ખેતી કામ માંથી ખેડૂતને હળવાશ મળતા અને પાક પાણી નું ચિત્ર સારૂ દેખાતા ગ્રામીણ પ્રજા કોઈને કોઈ ઉત્સવ ઉજવીને પોતાની ખુશી વ્યક્ત કરે છે. કોડીનારના દેવળી ગામમાં પણ પરંપરાગત રીતે 4 કિલોમીટર ની દોડનું આયોજન થાય છે.બાજુના ગામ કડોદરા થી દેવળી સુધીની દોડ યોજાય છે.આ દોડમાં દેવળી ગામના ખેડૂત યુવાનો ભાગ લે છે. એક થી ત્રણ નંબર આપવામાં આવે છે.પ્રથમ ક્રમે વિજેતાને પ્રતીકાત્મક રૂપે લાકડાનું હળ આપવામાં આવે છે.હળ એ બલરામજીનું શસ્ત્ર છે.અને ખેતીનું પ્રતીક છે.આ ઉપરાંત વિજેતાઓને મેડલ,શિલ્ડ અને રોકડ રકમ વડે સન્માનવામાં આવે છે.
કોડીનારના દેવળી ગામે રક્ષાબંધન પર્વને લઈ યોજાયેલી દોડમાં કુલ 15 જેટલા ખેડૂત પુત્રોએ ભાગ લીધો હતો.અંદાજીત 4 કિલોમીટર ની દોડને નિહાળવા સેંકડો લોકો રસ્તાની બંને બાજુ એકઠા થયા હતા.દરેક વ્યક્તિના ચહેરા પર અનેરો આનંદ જોવા મળી રહ્યો હતો. કડોદરા ગામેથી શરૂ થયેલી આ દોડ દેવળી ગામે પુરી થઈ હતી.ત્યારે લોકોની ટાળીઓનો અવાજ અને ચિચિયારીએ વિજેતા સ્પર્ધકોને વધાવ્યા હતા.પ્રથમ ક્રમે જશપાલ મોરી,દ્વિતીય ક્રમે ભૌતિક મોરી અને તૃતીય ક્રમે અર્પિત બારડ વિજેતા થયા હતા.ત્રણેય વિજેતાઓને અનુક્રમે રોકડ રકમ રૂપિયા 6600/-,4600/- અને 2600/- તથા શિલ્ડ,ટીશર્ટ,મેડલ ગ્રામ પંચાયત તથા ગામના અગ્રણીઓ દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા.તો પ્રથમ ક્રમાંકિત યુવાનનને લાકડાનું હળ પ્રતીકાત્મક રૂપે આપવામાં આવ્યું હતું.
3 Attachments

IMG_20220811_195013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *