Gujarat

ગીર સોમનાથ જિલ્લાના સ્માર્ટ ફોન યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાયનું વિતરણ કરાયું

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમને ખેડૂતોએ વીડિયો કોન્ફન્સના માધ્યમથી નિહાળ્યો
   ગિરગઢડા
   ભરત ગંગદેવ.
 ગીર સોમનાથ જિલ્લાના સ્માર્ટ ફોન યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. સ્માર્ટ ફોન ખરીદવા માટેની સહાય DBT મારફત સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે.
ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્માર્ટ ફોન યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાયનું પ્રતિકાત્મક વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમને જિલ્લા સેવા સદન, ગીર સોમનાથ અને કુમાર શાળા, કોડીનાર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખેડૂતોએ નિહાળ્યો હતો.
જિલ્લા સેવા સદન ખાતેના કાર્યક્રમમાં જિલ્લા ખેતવાડી અધિકારી શ્રી વાઘમશી સહિતના અધિકારી- કર્મચારી ઉપસ્થિત રહ્યા હતાં.
Attachments area

IMG-20220223-WA0409.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *