ગિરગઢડા
ભરત ગંગદેવ
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વેકેશન ઝુંબેશ હેઠળ આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કરને તેમજ ૬૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને વેક્સિન નો ત્રીજો ડોઝ પ્રિકોશન ડોઝ અપાઈ રહ્યો છે. પ્રિકોશન ડોઝ આપવા માટે આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઇ છે ટૂંકા સમયગાળામાં જ જિલ્લાના ૧૮,૯૭૬ લોકોને પ્રિકોશન ડોઝ અપાયો છે ત્યારે ૬૦ વર્ષથી વધુ ઉંમરના વડીલોને ડોકટરી સલાહ બાદ આ પ્રિકોશન ડોઝ અચૂક અપાવવા વહીવટી તંત્ર અપીલ કરે છે..