ગિરગઢડા
ભરત ગંગદેવ…
ગિરસોમનાથ જિલ્લામાં છેલ્લા ચાર દિવસ થી ધીમી ધારે હેત વરસાવ્યા બાદ આજે મેધાનું રુદ્ર સ્વરૂપ સૂત્રાપાડામાં ૧૨ ઈંચ, કોડીનારમાં ૯ ઈંચ, વેરાવળ-સોમનાથમાં ૫ ઈંચ, ખાબકતા જયાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિઃ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ
જિલ્લામાં આભ ફાટ્યું છે. જિલ્લામાં ગત રાત્રિથી મેઘરાજા ઓળઘોળ થયા હોય એમ અનરાધાર હેત વરસાવવાનું શરૂ કર્યા બાદ સવાર સુધીમાં સાંબેલાધાર વરસાદ વરસાવી દેતાં પાણી પાણી કરી દીધું હતું. એમાં સુત્રાપાડામાં સાત કલાકમાં ૧૨ ઇંચ, કોડીનારમાં સાતેક કલાકમાં ૯ ઇંચ અને વેરાવળ-સોમનાથમાં છ કલાકમાં ૫ ઇંચ વરસાદ ખાબક્યો છે. એને પગલે સુત્રાપાડા અને કોડીનાર શહેર તથા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તો ભારે વરસાદને પગલે વેરાવળ-કોડીનાર વચ્ચે પેઢાવાડા પાસે હાઇવેનાં કામ અંતર્ગત કઢાયેલા રસ્તાઓ સોમત નદીના પૂરના પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર ખોરવાઇ જતાં બંન્ને તરફ વાહનોની લાઇનો લાગી હતી. તો ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થયાં છે.
રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, ગીર સોમનાથના દરિયાકાંઠે વસેલા વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકામાં ગત રાત્રિથી મેઘરાજાએ મુકામ કરી.કોડીનાર અને સુત્રાપાડા શહેર-પંથકમાં વરસેલા સાંબલેધાર વરસાદને પગલે લોકો અને વાહનચાલકોને અનેક પ્રકારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
સુત્રાપાડા શહેર-પંથકમાં ગત રાત્રિના અઢી વાગ્યા આસપાસ મેઘરાજાએ પધરામણી કર્યા બાદ વહેલી સવારે સાત વાગ્યા સુધી અનરાધાર વરસાદ વરસ્યો હતો. આ બાદ પણ વરસાદ ધીમી ધારે વરસવાનું ચાલુ જ હતું. આમ, સાત કલાકમાં ૧૨ ઇંચ જેવો વરસાદ વરસી જતાં શહેર- પંથકમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. સુત્રાપાડા પંથકમાં આભ ફાટ્યું હતું, ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઇ જતાં બેટમાં ફેરવાઇ ગયાનો નજારો જોવા મળતો હતો. પંથકના ધામલેજ. અને આજુબાજુ ના ગામો બેટમાં ફેરવાયા સહિતનાં અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયાનાં દશ્યો સામે આવ્યાં છે. ધામલેજ ગામને જોડતા બ્રિજ પર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહાર અટકી જવાની સાથે ગામની અંદર રસ્તા-શેરીઓમાં નદી વહેતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે પ્રશ્નાવડા, લોઢવા, સીંગસર સહિતનાં ગામોની શેરીમાં નદી વહેતી થતાં બેટમાં ફેરવાયા જેવો નજારો જોવા મળતો હતો. સુત્રાપાડાનો વાડી વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સુત્રાપાડા તાલુકાનાં અન્ય ગામોને જોડતા ઉબરી સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા બંધ થઇ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા…આ લખાય શે ત્યારે.. નીચે મુજબ ના આકડાં…કોડીનાર 181.વેરાવળ.116.અને સુત્રાપાડા 163.તાલુકા મથકના આકડાં…


