Gujarat

ગીર-સોમનાથ જિલ્લામાં ધો. ૧0.૧૨ની પરીક્ષાને અનુલક્ષીને પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા

ગિરગઢડા
ભરત ગંગદેવ
   ગીર-સોમનાથ જિલ્લામાં તા. ૧૨-૦૪-૨૦૨૨ સુધી લેવાનાર ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા દરમ્યાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે.
        અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ  બી.વી.લીંબાસીયાને મળેલ સત્તાની રૂએ એક હુકમ બહાર પાડીને નીચે મુજબના પ્રતીબંધાત્મક આદેશો જારી કર્યા છે. જેમાં પરીક્ષા કેન્દ્રો તથા બિલ્ડીંગોના વિસ્તારમા આ જાહેરનામુ બહાર પડ્યા તાત્કાલીક અસરથી પરીક્ષાના દિવસ દરમ્યાન સવારના ૦૯.૩૦ થી સાંજના ૦૭.૧૫ કલાક સુધી નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
       પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઇ પણ માર્ગ ઉપર, ચોકમાં કે ગલીઓમાં પાંચ કરતા વધારે લોકોએ એકઠા થવું નહીં, સરઘસો કાઢવા નહીં, સુત્રો પોકારવા નહીં, કોપીઇંગ મશીન ધારકો-ઝેરોક્ષ મશીન ધારકોએ કોઇ પણ પત્રો, દસ્તાવેજો, કાગળોની નકલો કરવી નહીં. તેમજ તેમના મશીનો બંધ રાખવા.
વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ, જાહેર જનતા કે ફરજ પરના તમામ પ્રકારના સરકારી નોકરોએ પરીક્ષા સબંધી ચોરી ગણાય તેવી કોઇ વસ્તુ અથવા ઇલેકટ્રોનિક આઇટમ જેવી કે, મોબાઇલ ફોન, પેજર, સાયન્ટીફીક કેલ્કયુલેટર વિગેરે, પુસ્તક, કાપલી, ઝેરોક્ષ નકલો પરીક્ષા સ્થળમાં લઇ જવા નહીં કે તેનું વહન કરવું નહીં કે કરવા મદદગારી કરવી નહીં. તેમ જ તેવી કોઇ વસ્તુ રાખી પરીક્ષા સ્થળમાં પ્રવેશવું નહીં.
         પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ ઉપરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ કોઈ અનઅધિકૃત પ્રવેશ કરવો નહી. પરીક્ષા ખંડમાં શાન્તીપૂર્ણ રીતે પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને અન્ય કોઇ વ્યકતી અથવા પરીક્ષાર્થીએ જાતે પરીક્ષામાં ચોરી કરીને/કરાવીને/કરવામાં મદદગારી કરીને અથવા ચોરી ગણાય તેવા કોઇ સાહિત્યની આપ-લે કરીને/કરાવીને ત્રાસ અથવા ખલેલ અથવા ભય પહોંચે તેવું કૃત્ય કરવું નહીં.
 તેમજ કોવીડ-૧૯ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *