ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગીર સોમનાથ જિલ્લામાં મિશન ઈન્દ્રધનુષ ૪.૦ હેઠળ પ્રથમ તબક્કામાં શૂન્યથી બે વર્ષના ૨૭૧ બાળકો અને ૫૮ સગર્ભાઓનુ રસીકરણ કરવામાં આવ્યું છે. આ રસી ધનુર, ઝેરી કમળો, પોલિયો, ક્ષય, ડિપ્થેરિયા, ઉટાટીયું, હીબ બેક્ટેરિયાથી થતા ન્યુમોનિયા, મગજના તાવ જેવા રોગો અને ઓરી રૂબેલા જેવા ઘાતક રોગો સામે રક્ષણ પૂરૂ પાડે છે.
કલેક્ટર રાજદેવસિંહ ગોહીલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલેના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા રસીકરણના આ પ્રથમ બક્કામાં ૧૦૪ સેશન આયોજિત કરવામાં આવ્યા હતા. જેમાં લક્ષ્યાંક સામે નોંધપાત્ર રસીકરણ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, પ્રથમ તબક્કામાં ૨૭૧ બાળકો અને ૮૩ સગર્ભા મહિલાઓને રસી આપવાનુ નિર્ધારિત કરાયેલ છે. આમ, બાકી રહેલા લાભાર્થીઓને રસી આપીને ૧૦૦ ટકા વેક્સીનેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એચ.એચ. ભાયા તથા જિલ્લા આર.સી.એચ અધિકારી ડૉ. એ.એસ.રોયની યાદીમાં જણાવાયું છે.

