તાજેતર માં ગીર સોમનાથ જિલ્લામાં મુસ્લીમ સમાજ ના ચૂંટાયેલા ગ્રામ્ય વિસ્તાર ના સરપંચો નું સન્માન સંભારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
જેમાં ગ્રામ્ય વિસ્તારમાં યોજાયેલ ગ્રામ પંચાયત 2021 માં યોજાયેલ ચૂંટણીમાં મુસ્લિમ સમાજના ચૂંટાયેલા સરપંચ ને પ્રોત્સાહિત કરવામાં ભાગ્ય રૂપે સરપંચ નું સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ સમાજના સર્વ સરપંચને સાલ ઓઢાડી સન્માન કરી સમાજને સંગઠનની એકતાનો આયોજન કરાયું હતું મોટાભાગે શાળા સ્કૂલોમાં સંગઠીત બની શિક્ષિત બનો નેક બનો ના સુત્રો વાંચવા સુવિચારો માં મળતા હોય છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં સુવિચારોની મુસ્લિમ સમાજે સાર્થક કરતો કાર્યક્રમ એકતાના પ્રતીક સમાજના વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવાનો કાર્ય કરી સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમ સમાજની એકતા જોવા મળી હતી અને પ્રજા ચિંતન સાથે સમાજના કુરિવાજો સમાજમાં શિક્ષણ પરિવારિક પ્રશ્નો અંતર્ગત ચિંતન શિબિર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સાથે સાથે આજના આધુનિક ડિજિટલ યુગ માં સમાજની એકતા ભાઇચારા સાથે પ્રગતિ તરફ મુસ્લિમ સમાજ વિકાસની દિશામાં આવનાર પેઢી માટે દરેક શહેર જિલ્લામાં સમાજના અગ્રણીઓ આગેવાનો માર્ગદર્શન હેઠળ યુવા કાર્યકર ની ટીમ ની દરેક જિલ્લામાં રચના કરી રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાનો અંતર્ગત સમાજની વિવિધ લાભો અપાવવા માટે તત્પર રહેવા ના પ્રયાસો સાથે આવનાર સમયમાં મુસ્લિમ સમાજમાં વિદ્યાર્થીઓ તેજસ્વી તારલાઓને પણ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે તેવા પ્રયાસો અંતર્ગત ચર્ચા વિચારણા કરી સમાજમાં શિક્ષણનો ક્રેઝ વધે તેવા પ્રયાસો પણ સમાજના અગ્રણીઓ આગેવાનોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા વિવિધ શહેર જિલ્લામાં વસવાટ કરતા મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ સમાજના પત્રકારો સમાજના વિવિધ કર્મચારીઓ સહિત રાજકીય અગ્રણીઓ આગેવાનો વગેરે સમાજના ચિંતક મુસ્લિમ સમાજના વૃધ્ધો અને યુવાનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
*રિપોર્ટર અબ્બાસ તકિ નકવી


