ગિરગઢડા તા 3
ભરત ગંગદેવ..
ગીર સોમનાથ જિલ્લામાં તા. ૦૧/૦૨/૨૦૧૯ થી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર પુરસ્કૃત “સખી” વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. જે એકજ સ્થળેથી શારીરિક હિંસા, માનસિક હિંસા, જાતિગત હિંસા, ભાવનાત્મક હિંસા, ઘરેલુ હિંસા, મહિલાઓનો અનૈતિક દેહવ્યાપાર, જાતીય સતામણી, જેવી હિંસાથી પીડિત મહિલાઓ માટે પરામર્શન, આશ્રય, પોલીસ, તબીબી અને કાયદાકીય સહાય જેવી સેવાઓ આપવાની કેન્દ્ર સરકારની યોજનાને ખરા અર્થમાં સફળ બનાવે છે.
જિલ્લામાં “સખી”વન સ્ટોપ સેન્ટરમાં તા.૦૧/૦૪/૨૦૨૧ થી તા.૩૧/૦૩/૨૦૨૨ સુધીમાં ૨૩૯ કેસો આવેલ છે. જેમાં ઘરેલુ હિંસા -૧૯૯, બાળલગ્ન -૧, મિસિંગ / ગુમ થયેલ -૧૧, પ્રેમ પ્રકરણ -૧૬, અન્ય કેસ -૧૨ આવેલ હતા. જેમાંથી સેન્ટર ઉપર આશ્રય -૧૦૫ અને તબીબી સહાય -૨૮ પીડિતા બહેનો ને સેવાઓ પૂરી પાડવામાં આવી છે. “સખી” વન સ્ટોપ સેન્ટરના કર્મચારી દ્વારા પરામર્શ તથા અમુક કેસમાં વકીલશ્રી ના માર્ગદર્શન લઈ સેન્ટર દ્વારા ૨૩૯ કેસ માંથી ૮૫ કેસમાં બહેન તેમના પરિવાર સાથે સમાધાન કરી પુન:સ્થાપન કરવામાં આવેલ છે.
ઉપરાંત શિબિર દ્વારા બહેનોને કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતિય સતામણી અધિનિયમ, ૨૦૧૩ ના કાયદા ને આવરી લઈ મહિલાઓને મળતી મદદ વિશે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેમજ “જાતિય સતામણી અધિનિયમ – ૨૦૧૩ એક્ટનો લાભ કોણ લઇ શકે?” તેના અમલીકરણની માહિતી આપવામાં આવેલ છે. ઘરેલુ હિંસા થી પીડિત મહિલાઓ માટે વિવિધ સહાય અને યોજનાઓ દ્વારા મહિલાઓમાં જાગૃતતા કેવી રીતે આવે તેનું માર્ગદર્શન આપ્યું હતું. “સખી” વન સ્ટોપ સેન્ટર વિશે કેન્દ્ર સંચાલક દ્વારા યોજનાકીય માહિતી આપવામાં આવેલ. મહિલા અને બાળ અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ કામ કરી રહેલ ફિલ્ડ ઓફીસરશ્રી દ્વારા વ્હાલી દિકરી યોજના તેમજ મહિલા સ્વાવલંબન યોજનાઓની માહિતી આપવામાં આવેલ છે. આ પ્રસંગે મુખ્ય અતિથિઓશ્રી, ચીફ ઓફીસર દેવીબેન ચાવડા, ખેતીવાડી અધિકારી બી.બી.બારડ, પી.એસ.આઈ. હેરમાં, વકીલ વિણાબેન શર્મા, તેમજ ફિલ્ડ ઓફીસર વિપુલભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા


