Gujarat

ગીર સોમનાથ હેલીપેડ ખાતે રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીને ભાવસભર વિદાય આપતા રાજ્યપાલશ્રી સહિતના મહાનુભાવો

ગિરગઢડા
 ભરત ગંગદેવ
ભારતના રાષ્ટ્રપતિ  રામનાથ કોવિંદજી ગુજરાતના પ્રવાસ દરમિયાન ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા. ભારત વર્ષના આસ્થા કેન્દ્ર શ્રી સોમનાથ મહાદેવના દર્શન-પૂજન બાદ તેઓ સોમનાથ હેલીપેડ ખાતેથી રાજકોટ તરફ જવા રવાના થયા હતા. હેલિપેડ ખાતે રાષ્ટ્રપતિ  ને  ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવોએ ભાવસભર વિદાય આપી હતી.
આ વેળાએ પશુપાલન અને ગૌ સંવર્ધન રાજ્ય મંત્રી  દેવાભાઈ માલમ, જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી રામીબેન વાજા, જિલ્લા કલેક્ટર  રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા પોલીસ વડા  મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારી  ઓ ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220411-WA0247.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *