Gujarat

ગીર સોમનાથઃ રોકડ રકમની હેરફેર પર ચૂંટણીતંત્રની બાજનજર, ચેકપોસ્ટ પર થઈ રહી છે સઘન તપાસ

રોકડ રકમની હેરફેર અટકાવવા બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન જેવી જાહેર જગ્યા સહિત વાહનોની પણ તપાસ
——–
ગીર સોમનાથ, તા.૧૭: ગુજરાતના આંગણે વિધાનસભા ચૂંટણીનું મહાપર્વ આવી પહોંચ્યુ છે અને ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે જિલ્લાની ચાર વિધાનસભાના મતવિસ્તાર માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. સમગ્ર જિલ્લામાં આચારસંહિતા અમલી છે ત્યારે તંત્ર દ્વારા વાહનોની સઘન તપાસ, રોકડ રકમની હેરફેર અટકાવવા સહિતના પગલા લેવાની કામગીરી અંગે આચારસંહિતાને અનુરૂપ વિવિધ ક્ષેત્રીય કામગીરી કરવામાં આવી રહી છે.
નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે આર્થિક લેવડદેવડના કિસ્સામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ગીર સોમનાથ જિલ્લાની ૯૦ સોમનાથ, ૯૧ તાલાળા, ૯૨ કોડીનાર (એસ.સી), ૯૩ ઉના આ ચારે મતવિસ્તારમાં ફ્લાઈંગ સ્ક્વોડ, સ્ટેટેસ્ટિક સર્વેલન્સ ટીમ, એકાઉન્ટીંગ ટીમ, વીડિયો વ્યૂઈંગ ટીમ, વીડિયો સર્વેલન્સ ટીમ કાર્યરત છે.
ગીર સોમનાથમાં ડારી પાટીયા, તાલાળા બાયપાસ તેમજ સોમનાથ બાયપાસ પાસે જ્યારે તાલાળામાં ઘંટીયા-પ્રાંચી ફાટક, રાખેજ ફાટક, માધુપુર ચોકડી, ચિત્રોડ ચોકડી પાસે, કોડીનારમાં પેઢાવાડા, ડોળાસા અને રોણાજ ચોકડી પર જ્યારે ઉનામાં ગાંગડી ચેકપોસ્ટ, કેસરીયા તેમજ ગીરગઢડા ચેકપોસ્ટ અને અહેમદપુર-માંડવી રોડ પર ચેકપોસ્ટ પર સ્ટેટિક સર્વેલન્સ ટીમ કાર્યરત છે.
00 0000 00 0000
ગીર સોમનાથમાં ટૂ વ્હીલની નવી સીરિઝના
ગોલ્ડન-સિલ્વર નંબરોની હરાજી અંગે
———-
૭ દિવસમાં વાહનનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી
હરાજીમાં લઈ શકશે પસંદગીનો નંબર
———-
ગીર સોમનાથ, તા.૧૭: સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, ગીર સોમનાથ દ્વારા દ્વીચક્રિય વાહનોની નવી સીરીઝ GJ32AC માટેના ગોલ્ડન-સિલ્વર સહિત તમામ નંબરો માટેની હરાજી યોજાવાની છે. પસંદગીના નંબરો માટેની હરાજી તા.૨૮/૧૧/૨૦૨૨ના રોજ ખોલવામાં આવશે. ઈચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનનું રજિસ્ટ્રેશન ૭ દિવસમાં કરાવી ઓનલાઈન http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી ભાગ લઈ શકશે.
યાદી અનુસાર તા.૨૪/૧૧/૨૦૨૨ (૪.૦૦PM)થી તા.૨૬/૧૧/૨૦૨૨ (૦૩.૫૯PM) સુધી ઑક્શન માટે ઓનલાઈન સીએનએ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લિકેશન કરવાની રહેશે. જ્યારે તા.૨૬/૧૧/૨૦૨૨ (૪.૦૦PM)થી ૨૭/૧૧/૨૦૨૨ (૦૩.૫૯PM) સુધી ઑક્શનનું બિડિંગ ઓપન થશે. તા.૨૮/૧૧/૨૦૨૨ના રોજ રજીસ્ટ્રેશન ફોર્મ તથા સીએનએ ફોર્મ અત્રેની કચેરીમાં જમા કરાવવાનું રહેશે.
જે વાહન માલિક દ્વારા સીએનએ ફોર્મ ભરેલ હશે તેવા જ વાહન માલિક ખરીદીની તારીખથી ૬૦ દિવસ સુધી હરાજીમાં ભાગ લઈ શકશે તેમજ સમય બહારની અરજીઓ રદ કરાશે. ઑક્શન બિડિંગમાં ભાગ લેનાર અરજદારે સીરિઝ ખૂલ્યાની તારીખથી ૩ દિવસની અંદર બિડિંગ મુજબના નાણાં ઓનલાઈન ભરવાના રહેશે તેમજ તે અંગેની જાણ અત્રેની કચેરીને કરવાની રહેશે અન્યથા જે-તે નંબર મળવાપાત્ર રહેશે નહીં એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *