Gujarat

ગીર સોમનાથના દેવળી દેદા ગામનો યુવાન ૧૯ વર્ષ સેનામાં ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત

ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવળી દેદાની ગામનો યુવાન ભારતીય સેનામાં ૧૯ વર્ષની ફરજ સેવા કરી નિવૃત થયો હતો. માદરે વતન પરત ફરતા સ્થાનીક યુવાનો, બહેનો અને આગેવાનોએ દસ કિમીના રૂટ ઉપર ત્રિરંગા સાથેની વિશાળ રેલી કાઢીને ફોજીનું હારતોરા કરી પુષ્પાવર્ષા કરી સ્વાગત સાથે આવકાર્યા હતા. ગીર સોમનાથના કોડીનાર તાલુકાના દેવળી ગામના વતની રાજપૂત યુવાન અજયસિંહ ધીરુભાઈ મોરીએ ભારતીય સેનામાં જાેડાઈને ૧૯ વર્ષ સુધી દેશની જુદી-જુદી બોર્ડર ઉપર ફરજરૂપી સેવા બજાવ્યા બાદ તાજેતરમાં નિવૃત થયા હતા. આજે બપોરે આ ફોજી યુવાન પોતાના વતન દેવળી દેદા ગામ પરત ફર્યા હતા. ત્યારે દેવળી સહિત પંથકના યુવાનો અને આગેવાનો દ્વારા ફોજી યુવાનનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારીઓ કરી હતી. તે મુજબ કોડીનાર બાયપાસ ઉપરથી ખુલ્લી જીપમાં ફોજીને બેસાડીને દસ કિમીના રૂટ ઉપર ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં પંથકના યુવાનો મોટી સંખ્યામાં ત્રિરંગા ધ્વજ અને બાઈક સાથે જાેડાયા હતા. આ રેલી અનેક રાજમાર્ગો ઉપર ફરીને દેવળી દેદા ગામ પહોંચેલ ત્યારે ગામની બહેનો અને માતાઓ દ્વારા ફોજી યુવાન ઉપર પુષ્પવર્ષા કરી આવકાર્યા હતા. જ્યારે ગામના ઝાપામા ફોજીનું સમસ્ત ગામ અને સ્થાનિક નેતાઓ દ્વારા હારતોરા કરી આવકાર્યા હતા. આ તકે ફોજી યુવાન અજયસિંહએ જણાવેલ કે, ભારતીય સેનામાં જાેડાઈને દેશની રક્ષા કરવાનું મૈને સૌભાગ્ય પ્રાપ્ત થયુ અને નિવૃત્તિ સમયે આવો ભવ્ય આવકાર મળ્યો તે મારા માટે ગર્વની વાત છે. મેં મારી ૧૯ વર્ષની સેવામાં જમ્મુ કાશ્મીર, અરૂણાચલ પ્રદેશ, સિયાચીન, ઝારખંડના નકસલી વિસ્તાર, લદાખ સહિત આઠેક રાજ્યોમાં ફરજ બજાવી છે. મેં ઘણી વખત આતંકવાદીઓ સામેની મુથભેડોના ઓપરેશનોમાં ભાગ લીધો છે. મારી ફરજરૂપી સેવામાં યાદગાર કિસ્સાનું કહું તો જ્યાં ઓક્સીજન જ નથી એવા માઇન્સ ૧૪ ડીગ્રી તાપમાન વાળા સિયાચીનના ગલવાન ઘાટીમાં મારી તૈનાતી હતી. એ સમયે ચીનના સૈનિકો સાથે ભારતીય સેનાનું ઘર્ષણ થયેલ હતુ. જે ઓપરેશનમાં હું સામેલ હતો અને મેં આ લડાઈમાં ૨ ભારતીય જવાનની જીંદગી બચાવી હતી. જેની નોંધ લઈ સેના દ્વારા મને કમાનડેશન કાર્ડ આપી સન્માનીત કરવામાં આવેલ જે મારા માટે ગર્વની ક્ષણ હતી. દેશની સેવા માટે યુવાનોમાં જાગૃતતા આવે અને વધુમાં વધુ યુવાનો ભારતીય સેનામાં જાેડાય તેવી મારી અપીલ છે.

Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *