Gujarat

ગીર સોમનાથના વડા મથક વેરાવળથી રેલી યોજી જૂની પેન્શન યોજના શરૂ કરવાની રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન સંયુક્ત મોરચાએ કલેકટરને આવેદન પાઠવ્યું

ગિરગઢડા
   ભરત ગંગદેવ..
વેરાવળના ટાવર ચોક ખાતેથી જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગણી સાથે રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન સંયુક્ત મોરચા દ્વારા આજે રેલી યોજયા બાદ કલેકટર કચેરીઓ ઇણાજ ખાતે ધારણા યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સંયુક્ત મોરચામાં શિક્ષક મંડળ સાથે અન્ય સરકારી સંગઠનોના કર્મારીઓ પણ જોડાયા હતા જેઓનું કહેવું છે કે સરકારે નવી પેન્શન યોજના લાગુ કરી છે જે અમારા માટે નુકશાનકારક છે જેથી નવી પેનસન યોજના બંધ કરવામાં આવે અને જે જુની પેન્શન યોજના છે તે શરૂ કરવામાં આવે સંયુક્ત મોરચાએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી માંગ કરી છે કે અનય રાજ્યોમા નવી પેન્શન યોજના બંધ કરી જૂની લાગુ કરવામાં આવી છે જેથી ગુજરાતમાં પણ જૂની પેનસન યોજના લાગુ થાય
આગેવાન – ચિરાગસિંહ ગોવિંદભાઇ મોરી

IMG-20220408-WA0676.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *