ગિરગઢડા
ભરત ગંગદેવ.
સંભવિત વાવાઝોડા અને ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા ગીર સોમનાથ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. તો જિલ્લા કલેક્ટરે ડિઝાસ્ટર અંતર્ગતની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સુચના આપી છે.
હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં તથા દરિયા કિનારાના વિસ્તારોમાં આગામી દિવસોમાં તોફાની પવન ફૂંકાવવાની સાથે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બની સતર્કતાના પગલા ભરી રહ્યું છે.
જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, હવામાન વિભાગની આગાહીને ગંભીરતાથી લઈ રાજ્ય સરકારે ગીર સોમનાથ જિલ્લામાં 25 જવાનો સાથેની એક NDRFની ટીમ તૈનાત કરી છે. હાલ સોમનાથ બાયપાસ રોડ ઉપરના સેલ્ટર હોમમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જિલ્લામાં કુલ 29 સેલટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં વિકટ સમયે લોકોનું સ્થળાંતર કરી શકાય તે માટેની જરૂરી તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે.


