ગિરગઢડા
ભરત ગંગદેવ
ધોકડવા ગામના વતની અને હાલ શ્રી નવાઉગલા શાળામાં ફરજ બજાવતા વિક્રમભાઈ ગોહિલનું આજના શિક્ષક દિન નિમિત્તે તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ એનાયત થતાં ધોકડવા ગામનું ગૌરવ વધાર્યું છે. શિક્ષણ વિભાગ – ગુજરાત સરકાર દ્વારા વિવિધ શૈક્ષણિક પાસાઓને ધ્યાનમાં લઈને તેઓને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવેલ. સોમનાથ ખાતે ટીએફસી ભવનમાં પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓની હાજરીમાં આ કાર્યક્રમ રાખવામા આવેલ. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા શિક્ષાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક જિલ્લા શિક્ષાધિકારીશ્રી, શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા. આ તકે શાળાના શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ તેમજ તેમના મિત્રો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

