Gujarat

ગીરગઢડાના કોદીયા વાડીમાં રહેતા ઝુપડામાં અચાનક આગ લાગતા બળીને ખાક…

ઊના – ગીરગઢડાના કોદીયા ગામે રહેતા દુદાભાઇ ભગવાનભાઇ બારીયાની વાડી જંગવડ સીમાડે આવેલ હોય અને વાડીમાં ઝુપડામાં પરીવારના ત્રણ વ્યક્તિઓ રહેતા હતા. આ ઝુપડામાં કોઇ કારણોસર અચાનક આગ લાગતા ઝુંપડુ બળીને ખાખ થઇ ગયેલ હતું. આગની ઘટનાથી ઝુપડામાં અનાજ કપડા સહીત ઘરવખરીની સામગ્રીઓ બળીને ખાક થઇ જતાં ભારે નુકસાન થયેલ હતું. ઝુંપડામાં આગની ઘટના બનતા આજુબાજુના લોકો તેમજ ખેતરમાં કામ કરતા લોકો એકત્ર થઇ ગયા હતા. અને હાથ આવેલા જે કોઇ વાસણમાં પાણી વડે આગને બુજાવવાની કોષિસ કરેલ પરંતુ આગ વિરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ઝુપડુ ખાક થઇ ગયેલ. જોકે ગામમાં આવેલ દુદાભાઇનું મકાન વાવાઝોડા દરમ્યાન ધરાશાઇ થઇ જતાં પરીવાર સાથે વાડીમાં આવેલ ઝુંપડામાં રહેતા હોવાનું જાણવા મળેલ હતું. અને આજે બપોર પછી અચાનક ઝુંપડામાં આગ લાગતા ઘરની તમામ સામગ્રી બળીને ખાક થઇ જતાં ચિંચામાં મુકાય ગયા હતા.

-વાડીમાં-રહેતા-ઝુપડામાં-અચાનક-આગ-લાગતા-બળીને-ખાખ-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *