ઊના – આગામી વિધાનસભાની સામાન્ય ચુંટણી અનુસંધાને જીલ્લા ગીરસોમનાથમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે દારૂના અનેક ગુન્હામાં સંડોવાયેલા બુટલેગરને પાસા હેઠળ જેલ ભેગા કરેવા જીલ્લા એલસીબી દ્રારા ગીરગઢડાના દ્રોણ ગામના શખ્સને દારૂના ગુન્હામાં સંડોવાયેલ હોય તેને પકડી પાડી પાસા હેઠળ જેલ હવાલ કરવમાં આવેલ હતો.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગીરગઢડાના દ્રોણ ગામે રહેતો મેહુલ રામભાઇ રામ દારૂના ગુન્હામાં સંડોવાયેલ હોય અને તેના વિરૂધ ગીરગઢડા પોલીસમાં પ્રાહિબીશન એક્ટ મુજબ અનેક ગુન્હાઓ હોય જેથી ગીરસોમનાથ જીલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા ગેર કાયદેસર પ્રવૃતિ કરનાર સામે વોરન્ટ ઇન્યુ કરવામાં આવેલ હતા. અને પાસા વોરન્ટ ઇસ્યુ થયા બાદ મેહુલ રામભાઇ રામને જીલ્લા એલ સી બી.ના વી કે ઝાલા, પ્રવિણ મોરી, રાજુ ગઢીયા, પ્રફુલ વાઢેર તેમજ સંદિપ ઝણકાટ સહીતની ટીમે વોચ ગોઠવી આ શખ્સને પકડી પાડી સેન્ટ્રલ જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે.


