Gujarat

ગીરગઢડાના દ્રોણ ગામમાં બાળકી પર દીપડાનો હુમલો

ઊના
ગીરગઢડાનાં દ્રોણ ગામની સીમ વિસ્તારમાં રામજીભાઇ જેરામભાઇ પાંચાણીની ખેતીની જમીનમાં ડુંગળીનો પાક ઉતારવા માટે બહારથી મજુરોને બોલાવેલ હતા. જેમાં મૂળ મહુવા તાલુકાનાં બીલડી ગામે રહેતી કેસરબેન કેશુભાઇ સાંખટ (ઉ.વ.૮) પોતાના મામા કેશુભાઇ વિઠ્ઠલભાઇ વાસીયાની સાથે ત્રણ દિવસ પહેલા આવેલ હોય અને રાત્રીના સમયે મજુરો વાડીમાં સુતા હતા. ત્યારે અચાનક ખૂંખાર દીપડો આવી બાળકી પર હુમલો કરતા રાડારાડ કરવા લાગતા આજુબાજુમાં સુતા મજુરો જાગી ગયેલ હતા. અને દીપડો હુમલો કરી ત્યાથી નાશી ગયેલ હતો. દીપડાના હુમલાથી બાળકી લોહીલોહાણ હાલતમાં તાત્કાલીક ઇમરજન્સી ૧૦૮માં ગીરગઢડા સરકારી હોસ્પીટલે સારવાર માટે ખસેડાયેલ હતી. આમ અવાર નવાર આ વિસ્તારમાં દીપડાના હુમલાથી ખેડૂતો તેમજ મજુરોમાં ભયનો માહોલ ફેલાયેલ છે. વનવિભાગ દ્રારા આ ખૂંખાર દીપડાને પાંજરે પુરવા માંગણી ઉઠવા પામેલ છે.ગીરગઢડા તાલુકાનાં દ્રોણ ગામની સીમ વાડીમાં મજુરી કામ કરતા પરિવારની બાળકી સુતી હતી. ત્યારે અચાનક દીપડાએ હુમલો કરી ગંભીર ઇજા કરતા બાળકીને સારવાર માટે ગીરગઢડા સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવી હતી.

Deepada-attacked-the-girl-and-moved-to-the-treatment-sense.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *