લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરી હતીફ.
ઊના – ગીરગઢડા તાલુકાના ધ્રાંબાવડ ગામતળે આવેલી સરકારી જમીનમાં માથાભારે શખ્સ દ્રારા દબાણ કરેલ આ સરકારી જમીન ઉપર દબાણ દૂર કરવા આજ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આથી ફરજમાં બેદરકારી દાખવતા જવાબદાર અધિકારી સામે યોગ્ય પગલા લેવાની માંગ સાથે પૂર્વ સરપંચ બિપીનભાઇ નસીતે ગીરગઢડા મામલતદાર મારફત જીલ્લા કલેક્ટર, પંચાયત અને મહેસુલ વિભાગને લેખિત આવેદનપત્ર પાઠવેલ છે.
આ અંગેની રજુઆતમાં જણાવ્યા મુજબ ગીરગઢડાના ધ્રાબાવડ ગામે સરકારી પડતર જમીનમાં માથાભારે શખ્સો દ્રારા ગે.કા. દબાણ કરેલ હોય જે અંગે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ ૨૦૨૦ મુજબ ગત તા. ૧૫ સપ્ટે.૨૦૨૧ના રોજ ઓનલાઇન અરજી નં.૪૨૯૦૬૨૧૦૦૦૫૦૯૫ પર ફરીયાદ કરેલ હતી. પરંતુ આાજદીન સુધી કોઇપણ જાતની જવાબદાર અધિકારી દ્રારા તપાસ સમય મર્યાદામાં કરવામાં આવેલ નથી. અને અધિકારીઓની મીઠી નજર હેઠળ ધ્રાંબાવડ ગામમાં ગામતળ તેમજ સરકારી પડતર જમીનમાં ખુલ્લે આમ માથાભાર શખ્સો દ્રારા કબ્જો કરવામાં આવેલ છે. અને માથાભારે શખ્સોને ગીરગઢડાના નામ. જ્યુ. મેજી. ફ.ક.સા.ની કોર્ટના ફો.કે.નં૪૬/૨૦૧૭ના કામે સજા પણ કરેલ હોય આ અરજી અન્વયે તાત્કાલીક તપાસ કરી આ કાયદાનો ભંગ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ ૨૦૨૦ હેઠળ પગલા લેવા તેમજ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ બીપીનભાઇ નસીસતે કરી હતી.

