ઊના – મહુવા થી સોમનાથ સાઈકલ યાત્રામાં નિક્ળેલા ડોક્ટરોનુ ગીરગઢડાના બેડીયા ગામે આગેવાનો દ્રારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. તેમાં હાસ્ય કલાકાર માયાભાઈ આહિર પણ જોડાયાં હતાં. મહુવા થી સોમનાથ સુધીની મોટી સંખ્યામાં ડોક્ટરોએ સાયકલ યાત્રા કાઢી હતી. જે સાયકલ યાત્રા બેડીયા ગામે પહોચતા તમામ ડોક્ટરોનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે બેડીયા ગામે માયાભાઈ આહિર પણ ડોક્ટરોના સ્વાગતમાં જોડાયા હતા. તેમજ જીલ્લા પંચાયત સદસ્ય ડાયાભાઇ જાલૌધરા તેમજ બેડિયા ગામના આગેવાનોએ તમામ ડોક્ટરોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ડોકટરોની સાઈકલ યાત્રાનો ઉદ્દેશ્ય એ છે કે સ્વચ્છતા જાળવીએ, જ્યાં ત્યાં કચરો ન ફેકવો, વૃક્ષનું જતન કરીએ અને તમામ લોકોનું સ્વાથ્ય નિરોગી રહે તેવો સમાજને સંદેશો આપવા સાથે ડોક્ટરોએ સાયકલ યાત્રા કાઢી સોમનાથ પહોચી મહાદેવને પ્રાથના કરી સિશ ઝુકાવશે.


