ઊના – ગીરગઢડાના વડવીયાળા ગામમાં છેલ્લા ઘણા દિવસથી સિંહ પરીવાર સાથે અવાર જવાર સીમા વિસ્તારમાં આવી શિકારની શોધમાં નિકળતા હોય છે. ત્યારે ગત રાત્રીના વડવીયાળા ગામની સીમ વિસ્તારમાં એક સાથે ૪ સિંહ પરીવારએ ધામા નાખ્યા હતા. અને શિકારની શોધમાં નિકળતા પશુનું મારણ કરેલ અને બાદમાં ચારે સિંહો મારણની ફરતે બેસીને મિજબાની માણતા હોવાનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ હતો. આમ સિંહ પરીવાર અવાર નવાર મંગાપશુના મારણ કરતા લોકોમાં ભયનો માહોલ ફેલાયેલ હતો..

