ખાંભા દૂર કરી રસ્તો ખુલ્લો કરવા યોગ્ય કાર્યવાહી કરવા ખેડૂતએ રજુઆત કરી.
ગીરગઢડાના સનવાવ ગામે ખેડૂતોની જમીનની હદ નિશાન જોયા વગર પોતાની મનમાની રીતે ખેડૂતોને ખેતર જવાનો રસ્તો બંધ કરી ખાંભા નાખી દેવાતા ખેડૂતોને ખેતી કામ માટે જવા આવવા મુશ્કેલી અનુભવી રહ્યા છે. આથી આ રસ્તાને ખુલ્લો કરવા ગ્રામ પંચાયત સરપંચ ગીગાભાઇ ચાવડા સહીત મોટી સંખ્યામાં ખેડૂતો દ્રારા રજુઆત કરી માંગણી કરેલ છે.
સનવાવ ગામે ઇ.સ.૧૯૭૭ થી ફાળવેલ ખેતીની જમીન સર્વે નં.૧૦૦/૧ થી ૧૦૦/૪ રોડની દક્ષિણ દિશામાં હોવા છતાં ખાનગી લાયસન્સ ધરાવતા માપણી વાળાને બોલાવી હદ નિશાન જોયા વગર ગે.કા માપણી કરી ખાંભા નાખી દેવાતા ૧૫ થી ૨૦ ખેડૂતોને પોતાના ખેતરે જવાનો મુખ્ય રસ્તો તંત્ર દ્રારા બંધ કરી દીધેલ છે. તે રસ્તા પર ખાંભાને દૂર કરી રસ્તો ખુલ્લા કરવા બાબતે આ વિસ્તારના ખેડૂતોએ જીલ્લા કલેક્ટરને સંબોધી ગીરગઢડા મામલતદારને લેખિત રજુઆત કરી આ ગે.કા ખાંભા ઉભા કરી રસ્તો બંધ કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરી રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી છે.


