ગીરગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં આવે ખેડૂતોના ખેતરમાં વિજશોર્ટ સક્રિટના કારણે ઘઉંના પાકમાં આગ લાગતા ભારે નુકસાન થયેલ હતું. ગીરગઢડાતા તાલુકાના સોનપરા અને બોડીદર ગામના ખેડૂત જેરામગર પ્રેમગર પરમાનંદી તેમજ બોડીદરના દિપુભાઇ ગોવિંદભાઇ પરમારએ ઘઉંનું વાવેતર કરેલ હોય અને ખેતરના સેઢા પાસે વિજપોલ ઉપર ખુલ્લા વાયરમાં અચાનક સ્પાર્ક થયેલ તેના તણખલા ઘઉંના પાક ઉપર પડતા આગ લાગી હતી. અને આગ ધીમે ધીમે આગળ વધતા વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા 5 વિધા ઘઉંના પાક બળીને ખાક થઇ ગયેલ હતો. જોકે આગ ભભૂકી ઉઠતા ખેડૂતના નજરે પડતા તાત્કાલીક દોડી જઇ આગને બુજાવવાનો પ્રયાસ કરેલ ત્યારે મોઢા તેમજ ખંભાના ભાગે દાજી ગયેલ હતા. ખેતરમાં વિજ પોલ પર ખુલ્લા તારના વાયર હોય તે બાબતે ખેડૂતે અવાર નવાર પીજીવીસીએલને ફરીયાદો કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આખરે હાથમાં આવેલો પાક બળીને ખાક થઇ ગયો હતો…
બોક્ષ્ – પીજીવીસીએલને અવાર નવાર ફરીયાદ કરેલ હતી…..ખેડૂત…
ગીરગઢડાના સોનપરાના ખેડૂત લખમણભાભઇએ જણાવેલ કે આ બાબતે વીજ પોલ ઉપર અવાર નવાર તારમાં સ્પાર્ક થતાં હોવાની ફરીયાદો પીજીવીસીએલને કરી પરંતુ કોઈ નક્કર પગલાં ન લેવાયા હવે ઘઉં સળગી ગયા પછી વીજ વિભાગ પોતાના તાર રીપેર કરવા પહોંચ્યુ..
બોક્ષ્ – પીજીવીસીએલ દ્વારા વીમા પોલિસી છે જે અમે ત્યાર કરી વીમા કમ્પનીને મોકલસૂ…ના.ઇજનેર.
ઉના પીજીવીસીએલના નાયબ ઈજનેર એચ વી આકોલીયાએ જણાવેલ કે સોનપરા અને બોડીદર ગામે ખેતીમાં વીજ લાઇનના જમ્પરમાં સ્પાર્ક થવાના કારણે ઘઉંના પાકમાં આગ લાગી છે. પીજીવીસીએલ વિભાગ દ્વારા વીમા પોલિસી છે જે અમે ત્યાર કરી વીમા કમ્પનીને મોકલસૂ.


