અમદાવાદ
અચાનક એકસાથે આટલી મોટી સંખ્યામાં કોરોનાના કેસો સામે આવતા જ યુનિવર્સિટીમાં મિની લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. અહીં બહારની કોઈપણ વ્યક્તિને પ્રવેશ પર મનાઈ ફરમાવી દેવાઈ છે. તેમજ યુનિવર્સિટીમાંથી પણ કોઈને બહાર નહીં જવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. ઉપરાંત હાલમાં આરોગ્ય ટીમની ત્રણ ટીમો દ્વારા વધુ વિદ્યાર્થીઓના રેપિડ અને આરટી-પીસીઆર ટેસ્ટિંગ કરી ટ્રેસિંગ પણ વધારી દેવાયું છે. આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર ડો. નીલમ પટેલ તેમજ કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કલ્પેશ ગોસ્વામી પણ જીએનએલયુ પહોંચી ગયા છે તેમજ વિદ્યાર્થીઓને રાખવામાં આવેલા સ્થળની મુલાકાત લઈ જરૂરી વિગતો મેળવી રહ્યા છે. આ અંગે આરોગ્ય તંત્રના ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થી હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે ૧૪ વિદ્યાર્થીઓને વીઆઈપી ગેસ્ટ હાઉસ તેમજ ૨૩ વિદ્યાર્થીનીઓને ગર્લ્સ હોસ્ટેલમાં હોમ આઈસોલેશનમાં સઘન સારવાર આપવામાં આવી રહી છે. જાે કે આ તમામ કોરોના પોઝીટીવ દર્દીઓની હાલત સ્થિર છે અને કોઈ ગંભીર લક્ષણ જણાતા નથી. તેમ છતાં તકેદારીના ભાગરૂપે ગઈકાલે જેટલા પોઝીટીવ કેસો આવ્યા છે તે તમામના ફરી વખત આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આજે પણ અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના રેપિડ અને આરટી-પીસીઆર ટેસ્ટ શરૂ કરી દેવાયા છે. બપોરના ૧૨ વાગ્યા સુધીમાં ૪૦થી વધુ વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ થઈ ચૂક્યા છે. જેમાં બે છોકરી અને એક છોકરો પોઝીટીવ હોવાનું સામે આવ્યું અને તમામના રિપૉર્ટ નેગેટિવ આવ્યા હોવાથી યુનિવર્સિટી અને આરોગ્ય તંત્રે પણ રાહત અનુભવી છે. સાંજ સુધીમાં વધુને વધુ વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ કરવામાં આવશે. અહીં શિક્ષણ કાર્ય પણ ઓફ લાઇન કરી દેવાયું છે. તેમજ અત્રેના રાયસણ વિસ્તારમાં આવેલી અન્ય શૈક્ષણિક સંસ્થાઓને પણ કોરોના પોઝીટીવ દર્દીઓ મળી આવે કે શંકાસ્પદ દર્દી હોત તો તાકીદે જાણ કરવાની પણ સૂચનાઓ આરોગ્ય વિભાગ દ્વારા આપી દેવાઈ છે. તદુપરાંત ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીમાં આવેલા પોઝીટીવ દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સ સેમ્પલ પણ લેબમાં મોકલી કયા પ્રકારનો કોરોના વેરિઅન્ટ છે તેની માહિતી એકઠી કરવામાં આવશે.ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીમાં કોરોનાનો વિસ્ફોટ થતાં આજે બીજા દિવસે તકેદારીના ભાગરૂપે આરોગ્ય તંત્રની ત્રણ ટીમો ઉતારી દઈ વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ અને સ્ક્રીનીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં અન્ય બે છોકરી અને એક છોકરો પોઝીટીવ હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ૨૩ છોકરી અને ૧૫ છોકરાઓનો રેપિડ ટેસ્ટ પોઝીટીવ હોવાની પુષ્ટિ થતાં આરોગ્ય ટીમે અત્રે ધામા નાખીને જેટલા વિદ્યાર્થીઓનો રિપૉર્ટ પોઝીટીવ આવેલો તે તમામના પુનઃ આરટીપીસીઆર રિપૉર્ટ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં જેટલા કોરોનાનાં કેસો આવ્યા નથી એનાથી વધુ એકસાથે ગાંધીનગરની ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટી ૩૮ વિદ્યાર્થીના રેપિડ ટેસ્ટ પોઝીટીવ આવતાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. વાત કરીએ નૅશનલ લો યુનિવર્સિટીની તો આરોગ્ય તંત્ર પાસેથી મળેલી માહિતી મુજબ હાલમાં અહીં એક હજાર જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ગર્લ્સ-બોયઝ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ પ્રમાણમાં છે. જ્યાં પણ તપાસ દરમિયાન અન્ય બે છોકરી અને એક છોકરો પોઝીટીવ હોવાનું સામે આવ્યું હતું.


