Gujarat

ગુજરાત મુસ્લિમ સમાજનાં સમાજસેવી શકીલ સંધી ની સ્ટોપ ક્રાઈમ ઓર્ગેનાઈજેશન દિલ્લી દ્વારા ફરીએકવાર ઓલ ઈન્ડિયા આસિસ્ટન ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી.

મકસુદ કારીગર,કઠલાલ
  સકારાત્મક ઉર્જા ધરાવતાં અને યુવાઓને પ્રોત્સાહન આપવા બાબતે સજાગ અનેક યુવાઓના આદર્શ એવાં શકીલ સંધી ની નિમણુંકથી મુસ્લિમ સમાજનાં યુવાઓ તેમજ સમાજિક કાર્યકરો દ્વારા અનેક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. સાથોસાથ તેમની સમાજ અને દેશ પ્રત્યેની જવાબદારી ખુબ નિષ્ઠા અને પ્રમાણિકતાથી નિભાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં તેઓ દરેક સમાજિક કાર્ય નાત જાત ધર્મ પંથ વર્ગ સમાજના ભેદભાવ વિના માનવતાના મૂલ્યોની જાળવણી માટે કરતાં આવ્યાં છે તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમનું મુખ્ય ધ્યેય યુવાઓમાં વૈચારિક પરિવર્તન લાવવા માટેનું છે જેમાં મુખ્ય મુદ્દાઓ શિક્ષા રોજગાર અને આરોગ્યને લગતી બાબતો અને યુવાઓમાં ખાસ કરીને વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત કાર્ય કરવાની ભાવના છે…..!!

IMG-20221104-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *