Gujarat

ગુજરાત રાજ્ય સહિત છોટા ઉદેપુર જિલ્લામાં પણ લમ્પી વાયરસ વાવર પશુઓમાં જોવા મળી રહ્યો છે, ખાસ કરીને હાલ છોટા ઉદેપુર જિલ્લામાં મરઘાં બકરાં માં કોઇ ભેદી રોગ નો વાવર ફેલાતાં મરઘાં અને બકરાં ટપો ટપ મરી રહ્યા હોવાનું પશું પાલકો જણાવી રહ્યાં છે..

છોટા ઉદેપુર જિલ્લામાં વસતાં આદીવાસીઓ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા હોય પશુઓ માં રોગ દેખો દેતાં પશું પાલકો માં ચિંતા વ્યાપી છે ત્યારે કોલી ગામ માં કેટલાક બળદો માં વાયરસ દેખો દેતા નિવૃત આર્મી જવાન અને સામજિક કાર્યકર્તા રતુંભાઈ રાઠવા તેમજ ડૉ જયેશ ભાઇ રાઠવા દ્વારા પશું પાલન વિભાગ ને જાણ કરી કોલી ગામે કેમ્પ નું આયોજન કરાયું હતું,

કોલી ગામે કેમ્પ નું આયોજન કરાતા આ વિસ્તારના પશું પાલકો પોતાના પશુઓ ને કેમ્પ માં લાવી ને લમ્પી વાયરસ વિરોધી રસી મુકાવી હતી.
છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસી ખેડૂતો બળદ આધારિત ખેતી કરતાં હોય છે તેમજ દુધાળા પશુ દ્વાર પૂરક રોજગારી મેળવી જીવન નિર્વાહ ચલાવતા હોય છે ત્યારે હાલ પશું ઓમાં ફેલાતો લમ્પિ વાયરસ નાં લક્ષણો જોવા મળે તો 1962 કે નજીક નાં પશું દવાખાને જાણ કરી પોતનાં પશુઓ ની સારવાર કરાવી લેવા અપીલ કરાઈ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221030-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *