ગિરગઢડા તા 8
ભરત ગંગદેવ..
ગુજરાત શૈક્ષણિક ટેક્નોલોજી ભવન અમદાવાદ અને GCERT ના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાનો વિદ્યા વાહક શિક્ષક સન્માન સમારોહ તારીખ 662022 ના રોજ અમદાવાદ ખાતે ટાગોર હોલમાં યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યા વાહક તરીકે પસંદગી પામેલ શિક્ષકોને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના વિદ્યા વાહક શિક્ષિકા બહેન કવિતાબેન ભટાસણા અને ડિમ્પલ બહેન ને GCERT ના પૂર્વ નિયામક ટી .એસ. જોષી સાહેબના હસ્તે સન્માનિત કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
