Gujarat

ગુજરાત સહિત દેશભરની આંગણવાડી બહેનોને ગ્રેચ્યુઈટીનો લાભ મળશે

ગીર સોમનાથ
ભારતીય મઝદૂર સંઘ અસંગઠિત ક્ષેત્રનાં શ્રમિકોનાં પ્રશ્નોના નિવારણ માટે પ્રયત્નો કરી રહ્યા છે. આ સંઘ સાથે અલગ અલગ શ્રમિક સંગઠનો જાેડાયેલા છે. જેના મુજબ આંગણવાડી કર્મચારીઓ પણ ભારતીય મઝદૂર સંઘ સાથે જાેડાયેલા છે. આંગણવાડી કાર્યકર તથા હેલ્પર બહેનોને મૃત્યુ અથવા નિવૃત્તિના સમયે સરકાર દ્વારા ગ્રેચ્યુઈટીમાં કોઇ લાભો આપવામાં આવતા હતા નહીં. જેને લઇને ભારતીય મઝદૂર સંઘ દ્વારા સુપ્રિમ કોર્ટમાં સીવીલ એપ્લિકેશન નં. ૩૦૧૯૩/૨૦૧૭થી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ભારતીય મઝદૂર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઇ દવે દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાને લઇ પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એકટ-૧૯૭૨ આંગણવાડી કાર્યકર તેમજ સહાયકી બહેનોને લાગુ પડશે. તેમજ ગ્રેચ્યુઇટીની રકમ ચુકવણીમાં મોડું થવાના કિસ્સામાં વ્યાજ સાથે ગ્રેચ્યુઇટીની રકમ ચુકવાની થશે એવો હુકમ સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ રસ્તોગીજીએ કર્યો હતો. હવે પછી નિવૃત થતાં આંગણવાડી કાર્યકરો તેમજ સહાયક બહેનોને પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ-૧૯૭૨ મુજબ ગ્રેચ્યુઇટીની રકમ ચુકવવાપાત્ર થશે. આ ચુકાદાથી ગુજરાતનાં અંદાજીત દોઢ લાખ કાર્યકર તેમજ સહાયક બહેનોને ગ્રેચ્યુઇટીની રકમનો લાભ મળવા પાત્ર થશે. ભારતીય મઝદૂર સંઘના સંગઠન મંત્રી રામપાલ સોની દ્વારા જુનાગઢમાં કન્ટ્રોલિંગ અધિકારીને બે કેસના હુકમ કરવામાં આવ્યા હતા. જેમાં વેરાવળના ઉષાબેન કિશોરભાઇ કાચા અને કોડીનારના રંજનબેન ગૌસ્વામીને વ્હેલી તકે રકમ આપવામાં આવવાની હોવાનું એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.ગીર સોમનાથ જિલ્લા સહિત દેશભરની આંગણવાડીના કાર્યકરો, સહાયક બહેનો માટે હસુભાઇ દવે દ્વારા સુપ્રિમ કોર્ટ સુધી લડત લડ્યા હતા. જેમાં નિવૃત થતાં આંગણવાડી કાર્યકરો તેમજ સહાયક બહેનોને પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ-૧૯૭૨ મુજબ ગ્રેચ્યુઇટીની રકમ ચુકવવાપાત્ર થશે અને આ ચુકાદાથી રાજ્યની અંદાજીત દોઢ લાખ કાર્યકર તેમજ સહાયકો બહેનોને ગ્રેચ્યુઇટીની રકમનો લાભ મળવાપાત્ર થશે. ભારતીય મઝદૂર સંઘ ભારતનું પ્રથમ ક્રમાંકનું શ્રમિક સંગઠન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *